બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Fuel tanker blast in Sierra Leone capital kills at least 91

BIG BREAKING / આફ્રિકન દેશ સિએરા-લિઓનમાં ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટ: 80થી 90ના મોત, રસ્તા પર વિખેરાયેલા દેખાયા મૃતદેહો

Parth

Last Updated: 03:10 PM, 6 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 84થી 90 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

  • આફ્રિકન દેશમાં ભયંકર દુર્ઘટના 
  • ઓઇલ ટેન્કરના એક્સિડેન્ટ પછી બ્લાસ્ટ 
  • 84 લોકોના મોત, હજુ વધી શકે છે આંકડો 

ભયંકર દુર્ઘટના, 84 જીવતા ભૂંજાઇ ગયા 
આફ્રિકન દેશ સિએરા લિયોનમાં ગંભીર દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઓઈલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે ઓછામાં ઓછા 84 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, આશંકા છે કે હજુ મોતનો આંકડો વધી પણ શકે છે. આ ઘટના દેશની રાજધાની ફ્રીટાઉનમાં બની છે જેમા 40 ફૂટ ઉંચુ ઓઈલ ટેન્કર અન્ય વાહન સાથે અથડાતા ભયંકર બ્લાસ્ટ થયો હતો. ઘટનાથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. 

મૃતદેહોની ઓળખ કરવામાં પડી રહી છે તકલીફ, સુપરમાર્કેટ બહાર જ થયો હતો બ્લાસ્ટ 
સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર મોતનો આંકડો વધીને 91 થયો છે, જોકે હજુ પણ સ્પષ્ટ આંકડાની પુષ્ટિ થઈ શકી નથી. નોંધનીય છે કે અકસ્માત બાદ બ્લાસ્ટ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સુપરમાર્કેટની બહાર જ થયો હતો. આ શહેરમાં દસ લાખ લોકો વસવાટ કરે છે અને આ શહેર પર છેલ્લા ઘણા સમયથી એક બાદ એક આફતો આવી રહી છે. 

રસ્તા પર વિખેરાયેલા દેખાયા મૃતદેહો
સ્થાનિક મીડિયા દ્વારા આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ટેન્કરની આસપાસ લોકોના મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. અહીંના મેયર વોન અકી-સોયરે, વીડિયો ફૂટેજ જોયા પછી આ ઘટનાને ભયાનક ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેટલું નુક્સાન થયું છે, તે હાલ કહેવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે એવી અફવા છે કે 100 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર થયો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ