બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / fruits unknown health benefits use in your diet

હેલ્થ ટિપ્સ / કેળાં ખાશો તો નહીં થાય પથરી, ઝાડા-કબજિયાતમાં કારગર છે સફરજન: જાણો 6 ફળોના એવા ફાયદા, જે કોઈ નથી જાણતું

Bijal Vyas

Last Updated: 03:52 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Fruits: ફળ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે, ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે કેળા અને તરબૂચ જેવા ફળો પણ સ્વસ્થ્ય માટે છે લાભદાયી...

  • ફળ બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે
  • તરબૂચ જિમ જનારાઓ માટે પ્રી-વર્કઆઉટ અને પોસ્ટ વર્કઆઉટ ફૂડ છે
  • સફરજન કબજિયાત અને ડાયરિયા જેવી સમસ્યામાં રાહત આપે છે

Health Benefits Of Fruits: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ફળોના સેવનથી શરીરને અનેક લાભ થાય છે. ફળોમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જે શરીરને માટે ખૂબ જ જરુરી છે. ફળોમાં વિટામિન, મિનરલ્સ, ફાઇબર, પોર્ટેશિયમ વગેરે ભરપુર માત્રામાં રહેલ છે. ફળ બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે, હાર્ટ ડિજિજ અને સ્ટ્રોકના જોખમને ઓછુ કરી શકે છે. અમુક પ્રકારના કેન્સરને રોકવામાં મદદ કરે છે. આંખો અને પાચન સંબંધી સમસ્યાઓનું જોખમ ઓછુ કરી શકે છે, આ ઉપરાંત બ્લડ શુગરને પણ મેનેજ કરે છે. 

ફળોના આ ફાયદા તમે અવારનવાર સાંભળ્યા અને વાંચ્યા હશે, પરંતુ શું તમે જાણો છો કે તમારા મનપસંદ ફળોના ફાયદા અહીં  જ ખતમ થતા નથી. કેટલાક ફળોના ફાયદાઓ વિશે જાણીએ, જે ભાગ્યે જ તમે જાણતા હશો.

ચેરી યુરિક એસિડને ઘટાડે છે
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો, તો તમારે તમારા આહારમાં લાલ ચેરીનો સમાવેશ કરવો જોઈએ. આ ફળમાં એન્થોકયાનિન નામનું સંયોજન હોય છે, જે સોજાને ઓછા કરે છે. એક અભ્યાસ મુજબ, તાજા ચેરીનો રસ યુરિક એસિડ અને સંધિવા જેવી  સમસ્યાઓ ઘટાડવામાં રાહત આપે છે.

Topic | VTV Gujarati


ક્રેપિંગને ઓછુ કરી શકે છે તરબૂચ 
આજ સુધી તમે સાંભળ્યું હશે કે તરબૂચ પાણીની કમી પૂરી કરે છે અને પેટને ઠંડુ રાખે છે, પરંતુ તેના ફાયદા આના કરતા પણ વધારે છે. તરબૂચ જિમ જનારાઓ માટે પ્રી-વર્કઆઉટ અને પોસ્ટ વર્કઆઉટ ફૂડ છે. આ કારણ છે કે તેમાં પાણીની માત્રા, એન્ટીઑકિસડન્ટ અને એમિનો એસિડની માત્રા વર્કઆઉટને વધુ સારી બનાવે છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ હોય છે. જે ક્રેપિંગને ઘટાડે છે. 


ત્વચાને જવાન રાખે છે આવેકાડો 
જો તમને આ ફળમાં બિલકુલ રસ છે, તો તમારે જાણવું જોઈએ કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરી શકે છે. એક રિસર્ચ મુજબ, આ ફળમાં એવા સંયોજનો છે જે ત્વચાને સન ડેમેજથી બચાવે છે. કરચલીઓ અને વૃદ્ધત્વને રોકવા માટે મદદ કરે છે.

Tag | VTV Gujarati

કિડનીન પથરીને રોકે છે કેળુ
એક મેડિકલ રિસર્ચ અનુસાર, કેળામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે અને આ જ કારણ છે કે કિડનીની પથરી રોકવા માટે આ એક ઉત્તમ ફળ છે. આ સિવાય તેમાં વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા લીવર માટે જરૂરી છે. કિડનીને શરીરમાંથી ગંદા પદાર્થો અને મેગ્નેશિયમને હટાવામાં મદદ કરે છે અને કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલના વિકાસને રોકે છે. 

મેંટલ હેલ્થમાં સુધારો કરે છે બ્લૂબેરી
બ્લૂબેરીને સુપર ફ્રૂટના રુપમાં ઓળખવામાં આવે છે. આ મગજના સ્વાસ્થ્યને વધુ સારુ બનાવે છે. આ ફળમાં એન્ટીઓક્સિડેન્ટનું ભંડાર છે. જેનો અર્ખ એ છે કે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ પ્રભાવ હોય છે અને આ યાદશક્તને વધારી શકે છે. 

Tag | VTV Gujarati

કબજિયાત અને ઝાડાનો ઇલાજ છે સફરજન 
કબજિયાતના ઇલાજ માટે સફરજન બેસ્ટ ઇલાજ છે. તેમાં ફાઇબરની માત્રા વધારે હોય છે, જે ઘણા લોકોમાં કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે. ફાઇબર મળ ત્યાગને વધુ સરળ બનાવે છે, જે જરુરી પણ છે. તે સાથે જ ડાયરિયા સહિત અન્ય સમસ્યાઓમાં રાહત આપે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ