બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / From Captain Kohli to Coach sinking India's boat, find out why Team India will lose the trophy

T 20 World Cup 2021 / કેપ્ટન કોહલીથી લઇને કોચે ભારતની નાવ ડુબાડી, જાણો કેમ ટીમ ઇન્ડિયા ટ્રોફી ગુમાવશે

Premal

Last Updated: 06:05 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાએ ટી-૨૦ વર્લ્ડકપમાં બહુ જ ખરાબ શરૂઆત કરી છે. એક વાર ટી-૨૦ વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ચૂકેલી ટીમ ઇન્ડિયા ૨૦૨૧માં સતત બે મેચ હારી ચૂકી છે. આ સ્થિતિમાં ભારતનું સેમિફાઇનલમાં પહોંચવું બહુ જ મુશ્કેલ બની ગયું છે.

ગઈ કાલે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમે ઈન્ડિયાને આઠ વિકેટે પરાજય આપ્યો. ટીમને પ્રથમ મુકાબલામાં પાકિસ્તાન સામે ૧૦ વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટીમની હારની વાત કરવામાં આવે તો આમાં પસંદગીકારો, કોચથી લઈને કેપ્ટન વિરાટ કોહલી- બધાની ચૂક થઈ છે. ટીમ ૧૪ વર્ષથી ટી-૨૦ વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી નથી.

પસંદગીકારની ચૂક

પસંદગીકારોએ શિખર ધવનને ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં પસંદ કર્યો નહીં. શિખરને પસંદ ના કરવા માટે તેના ધીમા સ્ટ્રાઇક રેટનું કારણ આપવામાં આવ્યું હતું, પરંતુ ટીમ ઇન્ડિયાની બે મેચના સ્કોરને જોવામાં આવે તો ભારતીય ટીમ ૧૫૧ અને ૧૧૦ રનનો જ સ્કોર નોંધાવી શકી છે. શિખર ધવન ભારતના સિનિયર ખેલાડીઓમાંનો એક છે. તેણે આઇપીએલ-૨૦૨૧માં ૩૯ની સરેરાશથી ૫૮૭ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ અર્ધસદી સામેલ હતી. તેનું પ્રદર્શન વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતાં પણ સારું રહ્યું હતું, પરંતુ તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું.

ટીમ મેનેજમેન્ટની ચૂક

ઓફ સ્પિનર અશ્વિન ટીમનો સિનિયર બોલર છે. તેણે ચાર વર્ષ બાદ ટી-૨૦ ટીમમાં સ્થાન મળ્યું. અશ્વિનની પસંદગીને લઈને કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે તે સિનિયર ખેલાડી છે, પરંતુ ગ્રૂપની સૌથી અગત્યની બે મેચમાં અશ્વિનને મેદાનમાં ઉતરવાની તક જ આપવામાં આવી નહીં. તેના સ્થાને કહેવાતા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને રમાડવામાં આવ્યો. વરુણ પહેલી વાર ટી-૨૦ વર્લ્ડકપમાં રમી રહ્યો છે. પાકિસ્તાન સામે વરુણ ફ્લોપ રહ્યો હતો અને તેના સ્થાને અશ્વિનને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તક આપવાની જરૂર હતી.

બેટિંગ ક્રમમાં ચૂક

આ ઉપરાંત રોહિત શર્મા અને કે. એલ. રાહુલ ટી-૨૦ ફોર્મેટમાં સદી ફટકારી ચૂક્યા છે. આ સ્થિતિમાં ટી-૨૦ વર્લ્ડકપ જેવી મહત્ત્વની ટૂર્નામેન્ટમાં તેના બેટિંગ ક્રમમાં છેડછાડ કરવાની જરૂર નહોતી. ટીમે ગઈ કાલની મેચમાં રોહિત અને કોહલીનો બેટિંગ ક્રમ બદલ્યો અને બંને ખેલાડી ફ્લોપ રહ્યા. ઈશાનને નંબર ત્રણ પર બેટિંગમાં મોકલવાની જરૂર હતી. આ રણનીતિમાં મેન્ટર એમ. એસ. ધોની પણ સામેલ રહ્યો જ હશે. ધોનીની કેપ્ટનશિપમાં જ ભારતીય ટીમે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી. પરંતુ આ વખતે તે રણનીતિ બનાવવામાં નિષ્ફળ રહ્યો.

કિવિ સ્પિનર્સનો ખૌફ

ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ સામે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રિષભ પંત જેવા બેટ્સમેન ગભરાયેલા જોવા મળ્યા. ભારતીય બેટર ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ સામે રન જ બનાવી શક્યા નહીં. કિવી લેગ સ્પિનર ઈશ સોઢીએ ચાર ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ, જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર સેન્ટનરે ચાર ઓવરમાં માત્ર ૧૫ રન જ આપ્યા. ઈશ સોઢી અને સેન્ટનરે ભારતીય બેટ્સમેનો બાંધીને રાખ્યા હતા. ઈશ સોઢીને મેચ ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

રોહિત-કોહલીનું કંગાળ પ્રદર્શન

વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એક વાર રન બનાવવામાં નિષ્ફળ રહ્યા. વિરોટ કોહલી પોતાના સ્વભાવથી વિરુદ્ધ વધુ ડોટ બોલ રમ્યો અને બાદમાં શોટ મારવાના પ્રયાસમાં આસાન કેચ આપી બેઠો. રોહિત શર્મા પણ પ્રથમ બોલે જીવનદાન મળ્યા બાદ પણ સતત શોટ રમવાનું ચાલુ રાખ્યું અને આઉટ થઈ ગયો. ભારતીય બેટ્સમેનો વધુ પડતા ડોટ બોલ રમ્યા, જેના કારણે દબાણ વધતું જ ગયું અને વિકેટ પણ પડતી રહી. એક સમયે તો એવું બન્યું હતું કે ભારતીય બેટર ૭૧ બોલ રમ્યા છતાં એક પણ બાઉન્ડ્રી ફટકારી શક્યા નહોતા.

વિરાટ ૨૦૨૧માં સતત પાંચમી વાર ટોસ હાર્યો

બધા જાણે છે કે યુએઈમાં ટોસ જીતવો હંમેશાં મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટોસ હારમાં જાણે કે નિષ્ણાંત બની ગયો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લે 14 માર્ચ, 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ટી-20 મુકાબલામાં ટોસ જીત્યો હતો. આ મેચમાં ભારતીય ટીમ સાત વિકેટે જીતી હતી. ત્યારબાદથી એ શ્રેણીના અંતિમ ટી-૨૦, પછી ત્રણ વન ડે મેચની શ્રેણી, ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઈંગ્લેન્ડની ધરતી રમાયેલી ચાર ટેસ્ટ મેચમાં વિરાટ ત્રણ વાર ટોસ હાર્યો હતો. હાલ યુએઈમાં રમાઈ રહેલા ટી-૨૦ વિશ્વકપની શરૂઆતની બંને મેચમાં પણ વિરાટ ટોસ હારી ચૂક્યો છે. વર્ષ ૨૦૨૧માં એવું સતત પાંચમી વાર બન્યું, જ્યારે વિરાટ ટી-૨૦ મેચમાં ટોસ હાર્યો હોય. આ અગાઉ વિરાટ ૨૦૧૭-૧૮ દરમિયાન સતત આઠ વાર ટોસ હાર્યો હતો, જ્યારે ૨૦૧૪માં તો તે ચાર વાર આવું કરી ચૂક્યો હતો. ૨૦૨૦માં પણ ટી-૨૦ ફોર્મેટમાં વિરાટે સતત ચાર ટોસ ગુમાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ વાર ટી-૨૦ ફોર્મેટમાં ટોસ ગુમાવવાનો રેકોર્ડ એમ. એસ. ધોનીના નામે છે. તેણે વર્ષ ૨૦૧૪-૧૬ દરમિયાન ૧૧ વાર ટોસ ગુમાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ