સલામ / જેતપુરના નવાગઢમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ લેહરાયો, 80 વર્ષના સ્વાતંત્ર સેનાની મુસ્લિમ બિરાદર ફરકાવે છે ધ્વજ

freedom fighter highest heighted flag hosting in jetpur Gujarat

ગણતંત્રના પર્વએ જ્યારે સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાયું છે ત્યારે જેતપુરના 80 વર્ષના મુસ્લિમ ગુલાબભાઇ ખોખરે  અનોખી રીતે દેશભક્તિ વ્યક્ત કરી છે. તેઓએ 225 ફૂટની ઉંચાઇએ તિરંગો ફરકાવીને અનોખી રીતે ગણતંત્ર દિન મનાવ્યો. ગુલાબભાઇએ દેશની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીઘો હતો. ગુલાબભાઇ ખોખર ક્રેઇન સર્વિસનો વ્યવસાય કરે છે.  તેમને ક્રેન પર 225 ફૂટની ઉંચાઈએ તિરંગો ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું. તેઓ દર વર્ષે કંઇક આજ રીતે ધ્વજવંદન કરીને રાષ્ટ્ર પ્રત્યેનો કૃતજ્ઞતા  ભાવ વ્યક્ત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ