સાવધાન! / અમદાવાદનાં એક વેપારીને OLX પર સોફા સેટ વેચવા પડ્યાં ભારે, ગુમાવ્યાં આટલાં રૂપિયા

Fraud with Ahmedabad merchant on OLX website

અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા એક વેપારીએ olx સાઇટ પર સોફા સેટ વેચવા મૂકવાનું ભારે પડી ગયું છે. વેપારીની એડવર્ટાઇઝમેન્ટ જોઇને એક ગઠિયાએ તેમને ફોન કર્યો હતો અને પેટીએમથી ઓફર મળતી હોવાથી તેમાંથી પેમેન્ટ કરીશ તેમ કહીને લિંક મોકલી હતી. વેપારીએ લિંક રિસિવ કરતાંની સાથે જ તેનાં ખાતાંમાંથી ચાર અલગ અલગ જગ્યા પર ૧૪,૬૦૦ ટ્રાન્સફર થઇ ગયા હતા. ઇસનપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ