બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Frame policy to identify, compensate kin of those who died of COVID-19 after-effects: Kerala HC

ન્યાયિક / કોરોના વેક્સિન આડઅસરોથી મરનારની ઓળખ અને વળતર માટે 3 મહિનામાં નીતિ બનાવો- HCનો ચુકાદો

Hiralal

Last Updated: 10:02 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કોરોના વેક્સિનેશન પછી જીવ ગુમાવનારની ઓળખ અને વળતર માટે નીતિ બનાવવાનો આદેશ આપ્યો છે.

  • કેરળ હાઈકોર્ટનો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને ઓર્ડર 
  • કોરોના વેક્સિનેશન બાદ મરનાર લોકોના વળતર માટે નીતિ બનાવો
  • 3 મહિનામાં સરકારે નીતિ બનાવી લેવાનું કામ પૂરુ કરવું પડશે

કોરોનાની વેક્સિન લીધા બાદ મરનાર લોકોની ઓળખ અને તેમના પરિવારને વળતર મળે તે દિશામાં કોર્ટે પહેલું પગલું ભર્યું છે. હાલમાં કોરોના વેક્સિનથી મરનાર લોકોને આર્થિક સહાય મળી શકે તેવો કોઈ નિયમ કે નીતિ નથી પરંતુ હવે કોર્ટે સરકારને આવી નીતિ બનાવવાનો આદેશ આપ્યો છે. 

કેરળ હાઈકોર્ટનો સરકારને આદેશ 
કેરળ હાઈકોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)ને કોરોનાની વેક્સિનની આડઅસરોને કારણે થનાર મોતની ઓળખ કરવા તથા પીડિતોના પરિવારને વળતર આપવા માટે ઝડપી નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ વી જી અરુણે એનડીએમએને "વહેલી તકે" જરૂરી પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે 1 સપ્ટેમ્બરના તેના આદેશથી ત્રણ મહિનાની અંદર કામ પૂર્ણ થવું જોઈએ.

કોરોના વેક્સિન લેનાર ત્રણ લોકોના મોત થયા હોવાનો દાવો 
જસ્ટિસ અરુણે કહ્યું કે કોર્ટમાં એવા 3 કેસ સામે આવ્યાં છે જેમાં દાવો કરાયો છે કે કોરોના વેક્સિન લીધા બાદ તેમના મોત થયા હતા. તેમણે કહ્યું કે સંખ્યા ઓછી છે પરંતુ ખૂબ ગંભીર છે અને આવી સ્થિતિમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આરોગ્ય મંત્રાલય પીડિત પરિવારને વળતર આપવા બંધાયેલા છે. કોર્ટે જણાવ્યું હતું કે, એક કેસમાં અરજદારના પતિનું મૃત્યુ રસીકરણ પછીની આડઅસરોને કારણે થયું હતું.  મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં અરજદારે કેન્દ્ર અને રાજ્ય સરકારને કોવિડ -19 ના કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની જેમ જ તેને અને તેના બાળકને પણ વળતર મળે તેવી માગ કરી હતી. 

હાલમાં વેક્સિન આડઅસરોને કારણે મોતના કિસ્સામાં વળતરની નીતિ નથી 
કેન્દ્ર સરકારના વકીલે આ અંગે ઘટતું કરવાની કોર્ટને ખાતરી આપી હતી. કોર્ટના આ આદેશ પહેલા કેન્દ્રએ કોર્ટને જાણકારી આપી હતી કે હજુ સુધી આવી કોઈ નીતિ તૈયાર કરવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ