બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / Four girls from Surat left for Delhi saying to go to school

ચોંકાવનારી ઘટના / સ્કૂલે જવાનું કહીને દિલ્હી જવા નીકળી પડી સુરતની ચાર બાળકીઓ, પોલીસ તપાસના ધમધમાટમાં થયો મોટો ખુલાસો

Dhruv

Last Updated: 08:50 AM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એકસાથે 4 બાળકીઓ ગુમ થયાનો મામલો સામે આવ્યો હતો. જેના લીધે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

  • સુરતમાં એકસાથે 4 દીકરીઓ ગુમ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી
  • સ્કૂલે જવાનું કહીને ઘરેથી 4 દીકરીઓ દિલ્હી જવા રવાના થઇ હતી
  • ગણતરીના કલાકોમાં પોલીસને ચારેય બાળકીઓ પાલેજથી મળી આવી

મહત્વનું છે કે, અમરોલી પોલીસ સ્ટેશનમાં 4 બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસ પણ આ ઘટનાને લઇને ચોંકી ઉઠી હતી. આ રીતે એકાએક 4 બાળકીઓ ગુમ થતા પોલીસ તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ હતી. સ્કૂલે જવાનું કહીને ઘરેથી નીકળેલી 4 બાળકીઓ ગુમ થઇ જતા પોલીસે આ બાળકીઓને શોધવા આકાશ-પાતાળ એક કરી નાખ્યા. જો કે, બાદમાં ગણતરીના જ કલાકોમાં 4 બાળકીઓને પોલીસે શોધી કાઢી હતી.

બાળકીઓ ડાન્સનું ઓડીસન આપવા દિલ્હી જવા નીકળી પડી હતી

વધુમાં જણાવી દઇએ કે, ગુમ થનારી આ બાળકીઓ BTS આર્મી ગ્રુપમાં ભાગ લેવા નીકળી હતી. આ બાળકીઓ ડાન્સનું ઓડીસન આપવા માટે ટ્રાવેલ્સની બસમાં બેસી દિલ્હી જવા નીકળી પડી હતી. જો કે, બાદમાં ચારેય બાળકીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે શોધખોળ હાથ ધરતા આ ચારેય બાળકીઓ ભરૂચ નજીકના પાલેજથી મળી આવી હતી.

દીકરીઓ ઘરે નહીં આવતાં પરિવારે પોલીસ ફરિયાદ કરી

આપણે સૌ કોઇ જાણીએ છીએ કે, ટીવી અને સોશિયલ મીડિયામાં બોલિવુડના ગ્લેમરસની આ દુનિયાને જોઇ અત્યારના બાળકો વધારે આકર્ષાઇ જાય છે. ત્યારે સુરતના કોસાડ આવાસ ખાતે આવેલી એક જ બિલ્ડિંગમાં રહેતી 12 વર્ષીય, 13 વર્ષીય અને 14 વર્ષીય એમ કુલ ચાર બહેનપણીઓ અલગ-અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જે ચારેય દીકરીઓ સ્કૂલે જવા માટેનું કહીને પોતાના ઘરેથી નીકળી હતી. પરંતુ સ્કૂલ છૂટ્યા બાદ પણ પોતાના ઘરે પરત ન હોતી આવી. આથી, દીકરીઓ ઘરે નહીં આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમ છતાં દીકરીઓ નહીં મળતા પરિવારે અમરોલી પોલીસને જાણ કરી હતી.

એકસાથે ચાર દીકરીઓ ગાયબ થતાં તેમના પરિવારજનો અને પોલીસ પણ દોડતી થઈ હતી. આથી, પોલીસે તુરંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ખાનગી બસ સંચાલકોને આ અંગેની માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં તેમના ફોટો અને વિગતો પોલીસે વાયરલ કરી હતી. દરમિયાન આ ચારેય લક્ઝરી બસમાં બેસીને દિલ્હી જવા રવાના થયા હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી ભરૂચ નજીકના પાલેજથી પોલીસને આ બાળકીઓ મળી આવી. આ ચારેય કિશોરીઓ સરદાર માર્કેટની સામેથી બસમાં દિલ્હીમાં જવા નીકળી હતી. જેઓ દિલ્હીમાં ડાન્સિંગ સ્ટાર બનવા માટે ઓડિશન આપવા જઈ રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ