બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Former President of Pakistan Pervez Musharraf passed away

સફર / કારગિલ યુદ્ધનું કાવતરું રચનાર તાનાશાહ જેને કોર્ટે આપી હતી સજા-એ-મોતની સજા, પરવેઝ મુશર્રફનો કાળો ઈતિહાસ

Malay

Last Updated: 01:04 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સૈન્ય તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફની રાજકીય સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. જનરલ મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું.

 

  • પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન
  • દુબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
  • નવાઝ શરીફને હટાવી કર્યું હતું તખ્તાપલટ

પાડોશી દેશ પકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન થયું છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. જેને લઈ દુબઈની હોસ્પિટલમાં પરવેઝ મુશર્રફની સારવાર ચાલી રહી હતી. 79 વર્ષીય જનરલ મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું. પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પણ રહી ચૂક્યા છે. ચાલો જાણીએ પરવેઝ મુશર્રફની અત્યાર સુધીની સફર....

નવાઝ શરીફે બનાવ્યા હતા આર્મી ચીફ
વર્ષ 1997માં પાકિસ્તામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં નવાઝ શરીફનો વિજય થયો હતો. વડાપ્રધાન બન્યા બાદ નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને સેના પ્રમુખ એટલે કે પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ બનાવ્યા હતા. ધીરે ધીરે પરવેઝ મુશર્રફ સેના પ્રમુખ તરીકે શક્તિશાળી બનતા ગયા અને સરકારમાં પણ તેમનો દબદબો વધી ગયો.

ફાઈલ ફોટો

કારગિલ યુદ્ધ માટે જવાબદાર
જનરલ પરવેઝ મુશર્રેફને કારગિલ યુદ્ધ માટે પણ જવાબદાર માનવામાં આવે છે. કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ પાકિસ્તાનના આર્મી ચીફ હતા. એવું કહેવાય છે કે તેમણે કારગિલ યુદ્ધ અંગે તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને પણ અંધારામાં રાખ્યા હતા.

ફાઈલ ફોટો

એક જ ઝાટકામાં પલટી નાખી હતી નવાઝની ખુરશી
વર્ષ 1999માં જનરલ પરવેઝ મુશર્રફે લશ્કરી બળવો કરીને નવાઝ શરીફને સત્તા પરથી હટાવ્યા હતા. નવાઝ શરીફને આ અંગે આશંકા હતી, તેથી તેમણે શંકાના આધારે મુશર્રફને સેના પ્રમુખ પદેથી હટાવી દીધા હતા. પરંતુ જે જનરલ અઝીઝને નવા આર્મી ચીફ બનાવવામાં આવ્યા હતા, તેઓ મુશર્રફના વફાદાર નીકળ્યા. આ પછી નવાઝ શરીફની ખુરશી ઉથલાવી દેવામાં આવી  હતી. 

2008 સુધી હતા રાષ્ટ્રપતિ
બાદમાં પરવેઝ મુશર્રફે પોતાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. પરવેઝ મુશર્રફ 2001થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. જોકે, બાદમાં પરવેઝ મુશર્રફને પાકિસ્તાનની સરકારી સિસ્ટમનો શિકાર બનવું પડ્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની તબિયત નાજૂક, લાંબા સમયથી છે  બીમાર | Pakistan Former President Pervez Musharraf passed away on 10 may  2022
ફાઈલ ફોટો

મૃત્યુદંડની ફટકારવામાં આવી હતી સજા 
પૂર્વ વડાપ્રધાન બેનઝિર ભુટ્ટો હત્યાકાંડ અને લાલ મસ્જિદ મામલે જનરલ પરવેઝ મુશર્રફને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2019માં પાકિસ્તાનની એક વિશેષ અદાલતે પરવેઝ મુશર્રફને રાજદ્રોહના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. 2007માં ઈમરજન્સી જાહેર કરવા બદલ મુશર્રફ પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો.

સંભળાવી હતી સજા-એ-મોત
પાકિસ્તાનના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું હતું જ્યારે કોઈ પૂર્વ સેના પ્રમુખને રાજદ્રોહના કેસમાં કોર્ટે સજા-એ-મોત સંભળાવવામાં આવી હોય. જોકે, વર્ષ 2020માં લાહોર હાઈકોર્ટે પાકિસ્તાનના પરવેઝ મુશર્રફને મૃત્યુદંડની સજા સંભળાવનાર વિશેષ અદાલતને ગેરબંધારણીય જાહેર કરી હતી. જોકે, હાઈકોર્ટે મુશર્રફને ગંભીર દેશદ્રોહના દોષી ઠેરવ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને રાજદ્રોહ કેસમાં કોર્ટ દ્વારા  મોતની સજાનો આદેશ | Pervez Musharraf sentenced to death by Pakistan court
ફાઈલ ફોટો

2016થી હતા દુબઈમાં
મુશર્રફને હવે પાકિસ્તાનની જેલમાં જવાનો ડર હતો. વર્ષ 2016માં તેઓ સ્વાસ્થ્યના કારણોસર વિદેશ ચાલ્યા ગયા. તત્કાલિન પાકિસ્તાન સરકારે એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી મુશર્રફનું નામ  હટાવી દીધું હતું. એટલું જે નહીં તેમને દેશની બહાર જવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. જનરલ પરવેઝ મુશર્રેફ માર્ચ 2016થી જ દુબઈમાં રહેતા હતા. ત્યારે આજ રોજ તેમનું નિધન થયું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ