બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Former Khadia corporator Krishnavadan Brahmbhatt in controversy

AUDIO / અમદાવાદ: ખાડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર વ્યાજે રૂપિયા આપી સલવાણા, પરત લેવા ધમકી આપી તો વેપારી પોલીસની શરણે

Vishnu

Last Updated: 09:08 PM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ નાણાં ભરપાઇ ન કરી શકતા ધમકી અપાતી હોવાનો વેપારીએ લગાવ્યો આક્ષેપ

  • ખાડિયાના પૂર્વ કોર્પોરેટર વિવાદમાં
  • વ્યાજના રૂપિયાને લઇ આવ્યા વિવાદમાં
  • દુકાનદારે કાલુપુર પોલીસને કરી અરજી

ખાડિયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને ભાજપ નેતા કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ વિવાદમાં સપડાયા છે. તેમની સામે વેપારીએ વ્યાજખોરીનો આરોપ લગાવ્યો છે. કાલુપુરના દુકાનદાર શૈલેષ પ્રજાપતિએ પોલીસમાં અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે સ્થાનિક વેપારીએ કૃષ્ણવદન સામે બળાપો ઠાલવતાં કહ્યું છે કે મૈ 30 લાખ તેઓ પાસેથી વ્યાજે લીધા હતા પણ હાલ તે સતત ધમકી આપી રહ્યા છે. 

વેપારીએ વર્ષ 2020માં કૃષ્ણવદન પાસેથી 30 લાખ રૂપિયા ધંધાર્થે લીધા હતા. પણ સંજોગોવસાત તે ભરી શકાયા ન હતા. તેથી હવે દુકાન ખાલી કરવા કૃષ્ણવદન અને તેનો સાથીદાર સતત દબાણ કરી રહ્યા છે. તેમજ વેપારીની દુકાન અને સામાન બારોબાર વેચી દીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વેપારીએ પોલીસે સમગ્ર મામલે કાલુપુર પોલીસને અરજી કરતાં તપાસ શરૂ થઈ છે.મલયભાઈ(કોર્પોરેટરનો માણસ) શૈલેષ(દુકાનદાર)ની વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે.

વાયરલ ઓડિયો ક્લીપમાં શું છે જરા તે પણ જુઓ..

મલયભાઈ(કોર્પોરેટરનો માણસ) શૈલેષ(દુકાનદાર) બોલું છું.   

  • શૈલેષ બોલું પેલો દુકાનવાળો   
  • મલય - હા બોલો   
  • શૈલેષ - મેં કીધુ દુકાનનું બોર્ડ હટાવી દીધું છે તો દુકાન ખાલી કરી નાખીં કે શું   
  • મલય - દુકાન તમે ખાલી તો આપી છે,     તમે પૈસા તો આપો પહેલા       
  • શૈલેષ - અરે એમ નથી કહેતો, તમે મારી વાત તો સાંભળો. દુકાનનું બોર્ડ હટી ગયું એટલે દુકાન ખાલી કરી નાખી કે શું   
  • મલય - ના ભાઇ ના, તમે પૈસાનું શું કર્યું, એ દિવસે ગયા પછી પૈસા આપવા ન આવ્યા   
  • શૈલેષ - કાલે કે પરમ દિવસે કુકાકાકાનો ફોન આવ્યો હતો મને, તેમણે મને પૂછ્યું હતું કે તારે પૈસાનું કંઇક સેટિંગ થયું       
  • મલય - તો પૈસા લાવોને પહેલા તમે       
  • શૈલેષ - મેં કુકા કાકાને એજ કીધુ કે હાલમાં હુ સાવ પતી ગયો છું મારી જોડે હાલ પૈસા નથી       
  • મલય - પૈસા તો આપવા પડે ને, તમે 30 લાખ લઇ ગયા છો એકપણ રૂપિયોના આપો તો થોડું ચાલે   
  • શૈલેષ - મેં કીધુ હું કમાઇને તમારૂ વર્ષમાં પતાવી દઇશ   
  • મલય - કમાઇ કમાઇને નહીં, જ્યાં પૈસા સંતાડ્યા છે જેને આપ્યા છે તેની પાસેથી પાછા લાવો, હવે અમે લીગલ પ્રોસિજર ઉપર નાખીશું   
  • શૈલેષ - અત્યારે તો હાલ મારી જોડે સેટિંગ નથી   
  • મલય - પૈસા લઇ ગયા હોય તો પૈસા તો આલવા પડે ને, હાલ નહીં હાલ નહીં એવું થોડું હોય, જ્યાં નાંખ્યા હોય ત્યાંથી પૈસા લઇ આવો   
  • શૈલેષ - હાલ હું તમને એમ જ કહું છું કે મેં જ્યારે તમારી જોડેથી પૈસા લીધા       
  • મલય - તમે બીજી બધી વાત કર્યા વગર પૈસા 30 લાખ રૂપિયા પહોંચાડો પછી બીજી વધી વાત કરો, રૂબરૂ ઓફિસે આવો તમે   
  • શૈલેષ - ઓફિસે આવું પણ હાલ મારી જોડે સગવડ ન નથી, હું ? કારોબાર વગરનો થઇ ગયો       
  • મલય - હા તો અમે લીગલ કરીશું.   
  • શૈલેષ - લીગલ કરીશું એટલે હું આટલા ટાઇમથી વ્યાજ તો આપુ છું. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ