ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Former Indian Captain Sourav Ganguly Shocked At Imran Khan Speech Calls It Rubbish

નિવદેન / ઇમરાન ખાને UNમાં જે ભારતને સંભળાવ્યું હતું તેને લઈને હવે ગાંગુલીએ આપ્યો આ જવાબ

Published By: Juhi

Last Updated: 12:28 PM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વાાર તાજેતરમાં જ UNમાં ભાષણમાં નફરતની ભાષા બોલવા અને ભારતને ધમકી આપ્યાના નિવેદન પર હવે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ જવાબ આપ્યો છે. સૌરવ ગાંગુલીએ આ ભાષણને બકવાસ ગણાવ્યુ અને ઇમરાન હવે તે ક્રિકેટર ઇમરાન ખાન નથી રહ્યો જેણે દુનિયા ગણતી હતી.

ADVERTISEMENT

  • સૌરભ ગાંગુલીએ ઇમરાન ખાનની UN સ્પીચને એકદમ બકવાસ અને એકદમ ખરાબ ગણાવી
  • ઇમરાન દ્વારા ભારતને ધમકી આપવાના નિવેદન પર ગાંગુલીએ કહ્યુ કે, આ તે ઇમરાન નથી જેમણે દુનિયા ઓળખતી હતી 
  • સૌરવ ગાંગુલી પહેલા વિરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, મોહમ્મદ શમી અને ઇરફાન પઠાણે પણ ઇમરાનની ટીકા કરી
  • UN સ્પીચમાં ઇમરાને કાશ્મીર મુદ્દા પર વાત કર્યા સિવાય ભારતને ન્યૂક્લિયર વૉરની ધમકી આપી હતી.

સૌરવ ગાંગુલી પહેલા ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ અને હરભજન સિંહ પણ ઇમરાન ખાનની ટીકા કરી ચૂક્યા છે. વીરૂએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર હેન્ડલ પર ઇમરાન ખાનનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં અમેરિકાના એન્કર તેમના UN ભાષણ પર અપમાનિત કરી રહ્યા હતા. આ વીડિયો પર ગાંગુલીએ લખ્યુ કે, ''વીરુ આ જોઇને મને ધક્કો લાગ્યો, એક એવી સ્પીચ જે ક્યારેય સાંભળી ન હતી. જ્યારે દુનિયાભરમાં શાંતિની જરૂર છે, ખાસ કરીને પાકિસ્તાનમાં, ત્યારે એક લીડર આવું ભાષણ આપી રહ્યો છે. આ તે ક્રિકેટર ઇમરાનખ ખાન નથી જેણે દુનિયા ઓળખતી હતી. UN માં આપેલી સ્પીચ બકવાસ છે.''

 

તો સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સહેવાગના પહેલા મોહમ્મદ શમી અને ઇરફાન પઠાણને ભારતને ધમકી આપવાના નિવેદન પર ઇમરાન ખાન પર કટાક્ષ કર્યો છે. તમને જણાવી દઇએ કે, એક અઠવાડિયા પહેલા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને વિકાસ અને વુદ્ઘિ વિશે વાત કરી અને તેમના નેતૃત્વમાં દેશનો વિકાસ થયો, તો પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને કાશ્મીર મુદ્દા પર વાત કરીને ભારતને ન્યૂક્લિયર વૉરની ધમકી આપી.

સંકળાયેલા મુદ્દાઓ

India UN pakistan world ઇમરાન ખાન સૌરવ ગાંગુલી Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ