બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Foreigners will fight the war in Ukraine! President Zelensky's big announcement to form an international army

જંગ / વિદેશીઓ લડશે યુક્રેનનું યુદ્ધ ! આંતરરાષ્ટ્રીય સેના બનાવવાનું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું મોટું એલાન

Hiralal

Last Updated: 05:32 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા સાથેના ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આંતરરાષ્ટ્રીય સેના બનાવવાની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી મૂકી છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે બેલારુસમાં શાંતિ મંત્રણા
  • યુદ્ધની વચ્ચે યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મોટી જાહેરાત 
  • યુક્રેન હવે આંતરાષ્ટ્રીય સેના બનાવશે

રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેને સેનાની નવી યુનિટ International Legion બનાવવાની જાહેરાત કરી છે. યુક્રેની રક્ષા મંત્રાલયે એવી જાહેરાત કરી કે યુક્રેન હવે International Legion બનાવશે જેમાં રશિયાનો સામનો કરવા માટે બીજા દેશોના લોકો પણ સામેલ થઈ શકશે. 

વિદેશી નાગરિકો યુદ્ધમાં સામેલ થઈ શકશે 
મંત્રાલયે એવી જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નવા યુનિટ બનાવવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે હજારો વિદેશીઓ યુદ્ધમાં જોડાવા માટે અમને અરજીઓ કરી રહ્યાં છે. તેઓ રશિયા સામેના યુદ્ધમાં અમારો સાથ આપવા માગે છે અને દુનિયાની રક્ષા કરવા માગે છે. 

લાતવિયાએ તેના દેશના લોકોને યુક્રેન જઈને લડવાની મંજૂરી આપી
યુક્રેનના પડોશી દેશ લાતવિયાએ સંસદમાં એક ઠરાવ રજૂ કરીને તેના દેશના નાગરિકોને યુક્રેનમાં જઈને લડવું હોય તો જવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે લાતવિયા નાટો દેશનો સભ્ય છે. 

28 દેશોએ યુક્રેનને પૂરી પાડી મદદ

રશિયાના આક્રમણને અયોગ્ય માનનાર દુનિયાના 28 દેશોએ નાની મોટી મદદ પુરી પાડીને યુક્રેનનું એકલું રહેવા દીધું નથી. દુનિયાના દેશોએ થાય તેટલી મદદ યુક્રેનને કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. યુક્રેન પર થયેલા હુમલાને લઈને પશ્ચિમી દેશોએ રશિયન વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. યુરોપિયન યુનિયને રવિવારે રશિયન વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી હતી. યુરોપિયન યુનિયન ઉપરાંત કેનેડાએ પણ રશિયા માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે.

રશિયન વિમાનો માટે યુરોપિયન યુનિયને એરસ્પેસ કર્યું બંધ 

યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે રશિયન વિમાનો માટે યુરોપિયન યુનિયનનું એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. જેમાં રશિયન વિમાનો, રશિયન-રજિસ્ટર્ડ એરક્રાફ્ટ અને રશિયન અંકુશિત વિમાનોનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ ખાનગી જેટ પર પણ લાગુ થશે. યુરોપિયન યુનિયનમાં 28 દેશો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ