ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત વચ્ચે વરસાદની અગાહીને જોતાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને ખેડૂતોને સૂચન આપવામાં આવ્યા છે.
રાજ્યમાં હળવા વરસાદની આગાહી
લો પ્રેશરના કારણે બન્યું છે વેલ માર્ક
વેલ માર્કને લઇ પડી શકે છે વરસાદ
રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાત સહિત આખો દેશ અત્યારે દિવાળી સહિતના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતનાં મોસમનો મિજાજ બદલાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ ચાર દિવસમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા છે.
લક્ષદીપના પાસે બનેલ લો પ્રેશર વહેલી તકે વેલ માર્ક બનશે
ગુજરાતમાં હાલમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે ત્યારે લક્ષદ્વીપની પાસે લૉ પ્રેશર સર્જાયું છે અને આ પ્રેશર વહેલી તકે વેલ માર્ક બની જશે. વેલમાર્કનાં કારણે વરસાદની શક્યતા છે.
આગાહીના પગલે રાજ્ય સરકારે APMC અને ખેડૂતોને કર્યું સૂચન
દક્ષિણ ભારત અને ગુજરાતનાં સમુદ્રકિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસમાં ઠંડીની વચ્ચે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવી શકે છે. ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના મનમાં ચિંતા વ્યાપી છે.
ખુલ્લામાં રાખેલા અનાજને નુકસાની ન થાય તેને લઇ ખેડૂતો કરાયું સૂચન
વરસાદની આગાહીને જોતાં રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની APMC અને ખેડૂતોને વરસાદને લઈને સૂચન આપવામાં આવ્યું છે. જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં કોઈ પણ જગ્યાએ અનાજને ખુલ્લામાં ન મૂકવા માટે ટકોર કરવામાં આવી છે. માર્કેટમાં પણ ખુલ્લામાં પડેલા અનાજને યોગ્ય જગ્યાએ મુકાવી દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઠંડીની સિઝનમાં આ રીતે વરસાદ આવે તો અનાજને ભારે નુકસાન થવાની ભીતિ રહે છે.