For the Modi government, the headlines on the economic front, the government's loss exceeded expectations
અર્થતંત્ર /
મોદી સરકાર માટે આર્થિક મોરચે માઠા સમાચાર, સરકારી ખોટ અનુમાન કરતાં પણ વધી ગઈ
Team VTV08:42 PM, 30 Oct 20
| Updated: 08:46 PM, 30 Oct 20
વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ભાગમાં, રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકને પાર કરી ગઈ છે. આવકનો અંતર પણ વધ્યો છે. સાથે જ ટેક્સ થકી આવકના મુદ્દે પણ સરકાર સામે પણ ઘણા પડકારો ઊભા થયા છે.
આર્થિક મોરચે વધુ એક ખરાબ સમાચાર
રાજકોષીય ખાધ સંપૂર્ણ બજેટના લક્ષ્યને પાર કરી ગઈ
આર્થિક નુકસાન 9.14 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું
કોરોના સંકટની વચ્ચે ભારત માટે નાણાકીય ખાધ ચિંતા ઉભી કરી રહી છે. એપ્રિલથી સપ્ટેમ્બરના આ નાણાકીય વર્ષના પ્રથમ ભાગમાં, નાણાકીય ખાધ આખા વર્ષ માટે નિર્ધારિત લક્ષ્યાંકને પાર કરી ગઈ છે. આર્થિક મોરચે કુલ નુકસાન 9.14 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જેનો અંદાજ 8 લાખ કરોડ જેટલો મૂકાયો હતો સાથે જ આવકનું અંતર વધીને 7.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે .
આવક ઘટી
આ સમયગાળા દરમિયાન સરકારના કુલ ખર્ચ અંગે વાત કરવામાં આવે તો તે રૂ. 14.79 લાખ કરોડ હતો. કેપેક્સ તરીકે 1.66 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. કરવેરામાંથી સરકારની આવક ઘટીને 7.21 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે.
રેવન્યુ ગેપમાં પણ વધારો
તાજેતરના આંકડાઓ જોઈએ તો એપ્રિલ સપ્ટેમ્બરમાં જે Fiscal Deficit 6.52 લાખ કરોડ રૂપિયા હતી તે વધીને 9.14 લાખ કરોડ થઈ ગઈ છે અને રેવેન્યુ ગેપ [પણ 4.85 લાખ કરોડથી વધીને 7.63 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
ટેક્સ આવકમાં પણ ઘટાડો નોંધાયો છે
એપ્રિલથી સપ્ટેમ્બરની આવક ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 8.77 લાખ કરોડથી ઘટીને રૂ 5.65 લાખ કરોડ અને કેપેક્સ (મૂડી ખર્ચ) ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 1.88 લાખ કરોડથી ઘટીને રૂ. 1.66 લાખ કરોડ થઈ છે.
એપ્રિલ-સપ્ટેમ્બરમાં મહેસૂલ ખર્ચ ગયા વર્ષના સમાન ગાળામાં રૂ .13.01 લાખ કરોડથી વધીને રૂ .13.14 લાખ કરોડ થયો છે. નોન ટેક્સ રેવેન્યુ આવક એટલે કે એપ્રિલ-સપ્ટેમ્બરમાં આવક ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 2.09 લાખ કરોડથી ઘટીને રૂ 92,300 કરોડ થઈ છે, અને કરવેરાની આવક 9.19 લાખ કરોડથી ઘટીને 7.21 લાખ કરોડ થઈ છે.