નિયમ / હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં જતાં લોકો માટે આવ્યા સારાં સમાચાર, સરકારે જારી કર્યા આ નવા નિયમ

Food service establishments to mention calorific value in menu card

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ મેનૂ લેબલિંગ માટે મહત્વપૂર્ણ નિયમ તૈયાર કર્યો છે. જે અંતર્ગત હવે રેસ્ટોરન્ટના મેનૂ કાર્ડમાં ખોરાકની ન્યૂટ્રિશન વેલ્યૂ લખવી જરૂરી છે. આનાથી તમને ખબર પડશે કે, તમારા ખોરાકમાં કેટલી કેલરી છે. આટલું જ નહીં, મેનુને લેબલ કરતી વખતે પોષક તત્વોનું પ્રમાણ પણ લખવું પડશે. ભારત સરકારે એક નવું લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન બહાર પાડ્યું છે. જે પ્રમાણે આ 10થી વધુ ચેનવાળી રેસ્ટોરન્ટ્સ પર લાગુ થશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઘણાં સમયથી લેવલિંગ રેગ્યુલેશનને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને હવે તેને નોટિફાઈ કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ