બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Follow these magical tips to avoid serious liver problems, you will never be disappointed

લાઈફસ્ટાઈલ / લિવરની ગંભીર સમસ્યાને ટાળવા અનુસરો આ જાદુઇ ટીપ્સ, નહીં થાઓ કોઈ દિવસ હેરાન

Premal

Last Updated: 07:26 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિવર આપણા શરીરનો ખૂબ મહત્ત્વનો ભાગ છે અને તેની અંદર બનતું બાઇલ જ્યૂસ જરૂરી હોઈ અન્ય મિનરલ્સને એબ્સોર્બ કરવામાં મદદ કરે છે. તે પાચનક્રિયાને પણ વધારે છે. જેટલા રેડ બ્લડ સેલ્સ જૂના થઇ ચુક્યા હોય તેને પણ તે નષ્ટ કરે છે.

  • શું તમને લિવરની ગંભીર સમસ્યા છે?
  • આ સમસ્યાને ટાળવા અપનાવો જાદુઇ ટીપ્સ
  • ક્યારેય નહીં થાવ હેરાન 

અનિયમિત જીવનશૈલીના કારણે લિવરની ગંભીર સમસ્યાઓ થાય છે 

લિવર બધા જ ટોક્સિન્સને રિમૂવ કરે છે. આજકાલ ખરાબ આહાર અને અનિયમિત જીવનશૈલીના કારણે અનેક લોકો લિવરની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આ ઉપરાંત દારૂના સેવનથી પણ લિવરની કાર્યપ્રણાલી પર માઠી અસર પડે છે. પરિણામે બીજી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. 

તો આ કારણે લિવર ખરાબ થઇ શકે

ઘણી બાબતોના કારણે લિવર ખરાબ થઈ શકે છે, જોકે લિવરનાં ટિશ્યુ ફરીથી બની જતા હોય છે, પરંતુ જો આમ સતત થયા કરે તો લિવર ડેમેજ થતાં સ્કાર ટિશ્યુ બનવા લાગે છે. સ્કાર ટિશ્યુ બનવા લાગે તો તે લિવરના હેલ્ધી ટિશ્યુને રિપ્લેસ કરી દેતા હોય છે. સૌથી જરૂરી વાત એ પણ છે કે તમે લિવરના કારણે જ આલ્કોહોલ કે વાઇન પચાવી શકો છો. જોકે તેટલા બધાં કામ કરતાં કરતાં ઘણી વાર લિવરની ક્ષમતા ઘટી જતી હોય છે, તેનાથી ઘણી બધી બીમારીઓ થવા લાગે છે. 

લિવર સંબંધિત એક અન્ય ગંભીર સમસ્યા છે કમળો

તેનાથી એલર્જી, કુપોષણ, વધુ ભૂખ લાગવી, થાક, અનિયમિત પાચન, ત્વચાના રોગ કે એસિડીટી પણ થઇ શકે છે. લિવર ઇન્ફેક્શન થવા પર શરૂઆતમાં તમને પેટમાં સતત દુઃખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે. લિવર સંબંધિત મુશ્કેલીઓમાં તમને મોટાભાગે આ સમસ્યાઓ થઈ શકે છે. તેથી આ સમસ્યાને ક્યારેય પણ નજરઅંદાજ કરવી જોઇએ નહીં. આ ઉપરાંત લિવર સંબંધિત એક અન્ય ગંભીર સમસ્યા છે કમળો. શરીરમાં હાજર એક કેમિકલ બિલીરૂબિન વધારે પ્રમાણમાં હોવા પર તમને કમળાની સમસ્યા થઈ શકે છે. લિવરમાં ઇન્ફેક્શન થવા પર તમને કમળાની સમસ્યા વારંવાર પણ થઈ શકે છે.

જોકે તમે લિવરને કેટલાક નુસખા અપનાવીને સરળતાથી ડિટોક્સ પણ કરી શકો છો. લિવર ફંકશન ટેસ્ટ દ્વારા લિવરની સ્વસ્થતા અને કાર્યક્ષમતા અંગે જાણી શકાય છે. 

હળદર લિવરનાં તમામ એન્ઝાઇમ્સને એક્ટિવ કરવામાં મદદ કરે છે. સવારે ઊઠ્યા બાદ સૌથી પહેલાં એક ચમચી હળદર, મરીનાં પાણી સાથે લો
તમારા ડેઇલી રૂટિનમાં ખાંડનું સેવન ૨૦ થી ૩૦ ગ્રામ કે તેનાથી પણ ઓછું રાખો. આમ કરવાથી શુગર પણ કન્ટ્રોલમાં રહેશે અને ઇન્સ્યુલિન કે ગ્લુકોઝનું સંતુલન પણ ઠીક રહેશે. 
જંક ફૂડને અવોઇડ કરશો તો લિવરની ક્ષમતા ચોક્કસ વધશે. બજારમાં બનેલું જમવાનું ટાળવું જોઇએ કે ફ્રોઝન ફૂડ બિલકુલ ન ખાવ. તેના સેવનથી લિવરનું કામ વધી જાય છે અને તેની ક્ષમતા ઘટવા લાગે છે. 
દારૂને તો હાથ પણ ન લગાડવો જોઇએ, કેમકે તે લિવરના કામને વધારે છે અને સાથે શરીરને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે. 
એક ગ્લાસ ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ ભેળવીને સવારે તેને પી લો. રોજ ૧૦ થી ૧૨ ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવું જોઇએ.
લીલાં પાનવાળાં શાકભાજી જેમકે મેથી, પાલક, સરસવ, કારેલાં ખાવ. તેમાં ક્લિંઝિંગ તત્ત્વ હોય છે જે પ્રાકૃતિક રીતે પણ લિવરની ગંદકી ખતમ કરવામાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ