એક્ટ્રેસ ફ્લોરા સૈની પોલીસીસ્ટિક સિન્ડ્રોમ નામની બીમારી સાથે લડી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.
પોલીસીસ્ટિક સિન્ડ્રોમ સાથે ઝઝૂમી રહી છે એક્ટ્રેસ ફ્લોરા સૈની
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શેર
વધારે વજનને કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે - ફ્લોરા
પોલીસીસ્ટિક સિન્ડ્રોમ સાથે ઝઝૂમી રહી છે એક્ટ્રેસ ફ્લોરા સૈની
બોલિવુડની હિરોઈનો એક સમયે પોતાની બીમારીઓ વિષે વાત કરતી ન હતી પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે હિરોઈનો પોતાની વાત રાખે છે અને સમાજને જાગરુક કરવાની કોશિશ પણ કરે છે. વિદ્યા બાલનથી લઈને દીપિકા પાદુકોણ સહીત ઘણી એવી એક્ટ્રેસ છે, જેમણે મોટી મોટી બીમારીઓ વિષે ખચકાયા વગર વાત કરી છે. આ લિસ્ટમાં હવે ફ્લોરા સૈનીનું નામ પણ જોડાઈ ગયું છે. એક્ટ્રેસ ફ્લોરા સૈનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ટોપલેસ ફોટો શેર કરી જણાવ્યું છે કે તે પોલીસીસ્ટિક સિન્ડ્રોમ સાથે ઝઝૂમી રહી છે, જેને કારણે તેને વજન સાથે જોડાયેલ તકલીફો થાય છે. આ બીમારીને કારણે વજન ઘટતું નથી, ભલે ભૂખ્યા રહે કે દિવસરાત જિમમાં જ લાગ્યા રહે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શેર
ફ્લોરા સૈનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે સ્કૂલનાં દિવસોમાં તે, ખૂબ જ વજનવાળી હતી. વધેલા વજનને કારણે તેમનામાં આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. તે જેમતેમ એક્ટ્રેસ બની ગઈ, પરંતુ કરિયરની શરૂઆતમાં તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે કરિયર શરુ કરી રહી હતી, તો લોકો ઘણું બોલતા હતા અને વજન ઘટાડવાની સલાહ આપતા હતા.
વધારે વજનને કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે - ફ્લોરા
એક્ટ્રેસ ફ્લોરા સૈનીએ જણાવ્યું કે તે સાઉથ ઈંડસ્ટ્રીમાં ઘણી સફળ બની ગઈ, ત્યાર બાદ પણ તેને જાહેરાતો મળતી ન હતી કેમકે લોકોને લાગતું હતું કે તે પ્રોડક્ટ પ્રમોટ કરવાને લાયક નથી.
ફ્લોરા સૈનીએ પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું છે કે જુવાનીનાં દરવાજા પર ઉભેલી યુવતીઓને આ બીમારીને કારણે ઘણી તકલીફ થાય છે. ઘણી યુવતીઓ પોતાનું વજન ઘટાડવામાં સફળ રહેતી નથી પછી તે જિમ કરે કે ખાવાનું જ ન ખાય.