બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / flipkart fined for violating consumer rights how can you complain and get compensation

જાણવા જેવું / ખરાબ કુકરના કારણે ફ્લિપકાર્ટને 1 લાખ રૂપિયાનો દંડ, તમે પણ કરી શકો છો આવી રીતે ફરિયાદ

Premal

Last Updated: 07:33 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રાહક અધિકારોના ઉલ્લંઘનના કારણે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીએ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કંપનીએ તેના પ્લેટફોર્મ પર ખરાબ ક્વોલિટીના કુકર વેચવાની મંજૂરી આપી હતી.

  • સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીએ ફટકાર્યો દંડ
  • ફ્લિપકાર્ટ પર એક લાખ રૂપિયાનો દંડ લગાવ્યો 
  • કંપનીએ કુકર વેચવાની મંજૂરી આપી હતી

ફ્લિપકાર્ટની શું ભૂલ હતી?

સૌથી પહેલા ફ્લિપકાર્ટ પર દંડની વાત કરીએ. ફ્લિપકાર્ટનો ગુનો એ હતો કે ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર નબળી ક્વોલિટીના પ્રેશર કુકર વેચવા દીધા. કેન્દ્ર સરકાર સમય પ્રમાણે સામાનની ગુણવત્તા માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જાહેર કરે છે કે કોઈ પ્રોડક્ટની ક્વોલિટી કેવી હોવી જોઈએ. તેના માટે કયા સ્ટાન્ડર્ડ માર્કનો ઉપયોગ કરવામાં આવે. જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સામાનનો ઉપયોગ કરતી વખતે ઈજા થવી, નુકસાન પહોંચવાના જોખમથી બચાવવાનો છે. પ્રેશર કુકરના મામલામાં સરકારે ફેબ્રુઆરી 2021માં નક્કી કર્યુ કે તેની ગુણવત્તા સારી હોવી જોઈએ.

598 કુકર પાછા મંગાવવા અને પૈસા પાછા આપવાનો આદેશ 

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટીએ ખરાબ ક્વોલિટીના પ્રેશર કુકરના વેચાણ પર ફ્લિપકાર્ટ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. ફ્લિપકાર્ટ પરથી આવા 598 કુકરોનુ વેચાણ થયુ હતુ. CCPAએ ફ્લિપકાર્ટને આદેશ આપ્યો છે કે તેઓ આવા બધા ગ્રાહકો પાસેથી કુકર પાછા મંગાવે અને તેના પૈસા પાછા આપે. આ કામ તાત્કાલિક થાય તેના માટે ઑથોરિટીએ ફ્લિપકાર્ટને 45 દિવસની અંદર અનુપાલન રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

સામાન અથવા સેવાની ક્વોલિટી નબળી હોય તો શું કરવુ?

તમે કોઈ સામાન ખરીદ્યો પરંતુ નબળી ક્વોલિટીનો નિકળ્યો અથવા પછી તમે કોઈ સેવા લીધી પરંતુ તેનાથી તમને સંતોષ નથી તો આ સ્થિતિમાં તમારે શું કરવુ જોઈએ? તમે સંબંધિત દુકાનદાર અથવા સેવા પ્રદાતા પાસેથી ફરિયાદ કરી શકો છો. જો ત્યાં તમારી સુનાવણી ના થઇ તો તમે પોતાના ગ્રાહક અધિકારોની સુરક્ષા માટે કાયદાકીય રસ્તો અપનાવી શકો છો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Consumer Protection Flipkart pressure cooker ફ્લિપકાર્ટ Pressure Cooker
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ