બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fixed pay and fixed salary and clerk job order in Mehsana

આદેશ / મહેસાણાના 1778 કર્મચારીઓની નોકરી સળંગ ગણવા હુકમ, એક જ દિવસે સૌપ્રથમ વાર રાજ્યની 269 શાળાઓને ઓર્ડર

Malay

Last Updated: 10:28 AM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા જિલ્લામાં કુલ 1778 કર્મચારીઓનો ફીક્સ પગારનો 5 વર્ષનો સમયગાળો સળંગ ગણવાનો આદેશ અપાયો છે. માધ્યમિક શિક્ષક સંઘના સુધીર પટેલે જણાવ્યું કે, એક જ દિવસે સળંગ નોકરીના શાળાઓને આદેશ આપવામાં મહેસાણા રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે.

 

  • મહેસાણામાં ફિક્સ પગાર અને ક્લાર્કની નોકરી સળંગ કરવાનો હુકમ 
  • 1 હજાર 778 કર્મીઓની નોકરી સળંગ કરવા હુકમ કરાયો
  • મહેસાણા જિલ્લામાં એક જ દિવસે શાળાઓને આદેશ અપાયા 

ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કુલ 1778 કર્મચારીઓનો ફીક્સ પગારનો 5 વર્ષનો સમયગાળો સળંગ ગણવાનો આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા જિલ્લામાં એક જ દિવસે 269 શાળાઓને ઓર્ડર અપાયા છે.

1778 કર્મચારીઓનો ફીક્સ પગારનો 5 વર્ષનો સમયગાળો સળંગ ગણાશે
જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક 254 શાળાઓ અને સરકારી 15 શાળાઓમાં અગાઉ 5 વર્ષ ફીક્સ પગારની નોકરીમાં નિમણૂંક પામેલા શિક્ષણ સહાયક, વહીવટી સહાયક, સાથી સહાયક મળી કુલ 1778 કર્મચારીઓનો ફીક્સ પગારનો 5 વર્ષનો સમયગાળો સળંગ ગણાશે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરાયો છે. મંગળવારે કર્મચારીઓના સળંગ નોકરીના ઓર્ડર શાળાઓને એનાયત કરવામાં આવ્યા હતા.

શિક્ષક સંઘ દ્વારા કરાઈ હતી માંગણી
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. એ.કે.મોઢે જણાવ્યું કે, ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વર્ષ 1999 પછી ફિક્સ પગારથી 5 વર્ષ નોકરી કરનાર શિક્ષકો, ક્લાર્ક, પટાવાળાની નોકરીનો સમયગાળો સળંગ ગણવા શિક્ષક સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી અને સરકારની સ્વિકૃતિ પછી અમલમાં આવી છે.

1778 શિક્ષકો અને ક્લાર્કની નોકરી સળંગ ગણવાના હુકમો
તેઓએ જણાવ્યું કે, ફીક્સ નોકરીનો સમયગાળો હવે ઉચ્ચ પગાર, બઢતી અને નિવૃત્તિ વિષયક લાભોમાં ગણવામાં આવશે.  ગ્રાન્ટેડ શાળાના 1722 કર્મચારીઓ અને સરકારી શાળાઓના 56 કર્મચારીઓના સળંગ નોકરીના ઓર્ડર શાળાઓને એનાયત કરવામાં આવ્યા છે. માધ્યમિક શિક્ષક સંઘના સુધીર પટેલે જણાવ્યું કે, એક જ દિવસે સળંગ નોકરીના શાળાઓને આદેશ આપવામાં મહેસાણા રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ