બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Fix Last Date For Admission To UG Courses: UGC To Higher Educational Institutions

શૈક્ષણિક / અંડરગ્રેજ્યુએટ કોર્ષમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓના હિતમાં UGCનો નિર્ણય, યુનિવર્સિટીઓને આપ્યો મોટો આદેશ

Hiralal

Last Updated: 02:40 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12માના બોર્ડના પરિણામો જાહેર થયા પહેલા અંડરગ્રેજ્યુએટ એડમિશન પ્રોસેસ શરુ કરનાર યુનિવર્સિટીઓને યુજીસીએ આવું કરવાનું બધ કરવાનું જણાવ્યું છે.

  • 12માના બોર્ડના પરિણામો જાહેર થયા પહેલા યુનિવર્સિટીઓએ એડમિશન પ્રોસેસ શરુ કરી
  • આવું થવાના કિસ્સામાં વિદ્યાર્થીઓ અંડરગ્રેજ્યુએટ એડમિશનથી વંચિત રહી જશે
  • યુજીસીનો તમામ યુનિવર્સિટીઓને આદેશ
  • 12માના પરિણામો જાહેર થયા બાદ અંડરગ્રેજ્યુએટ એડમિશન પ્રોસેસ શરુ કરો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ યુનિવર્સિટીઓને સીબીએસઇ ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની તારીખ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. યુજીસીના ચેરમેન જગદેશ કુમારે કહ્યું કે યુજીસીએ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સીબીએસઇ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કર્યા પછી તેમની અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી તારીખ નક્કી કરવા વિનંતી કરી છે, જેથી આવા વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પૂરતો સમય મળી શકે. 

બોર્ડ પરિણામની જાહેરાત બાદ છેલ્લી તારીખ નક્કી કરો-યુજીસી ચેરમેન 
જગદેશ કુમારે કહ્યું કે સીબીએસઇએ હજુ સુધી ધોરણ-12નું પરિણામ જાહેર કરવાનું બાકી છે તેમ છતાં પણ કેટલીક યુનિવર્સિટીઓએ તેમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે જો બોર્ડ પરિણામની જાહેરાત પહેલા યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લી તારીખ નક્કી કરવામાં આવે તો સીબીએસઇના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે. ગયા અઠવાડિયે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા કમિશનનો સંપર્ક સાધવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટીઓને તેમના પરિણામો અનુસાર તેમના પ્રવેશનો કાર્યક્રમ નક્કી કરવા માટે કહેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

પરિણામો પહેલા યુનિવર્સિટીઓએ એડમિશન પ્રોસેસ શરુ કરી 
જગદેશ કુમારે એવું કહ્યું કે એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓએ સત્ર 2022-23 માટે અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં નોંધણી શરૂ કરી દીધી છે. યુજીસીએ વાઇસ ચાન્સેલરોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આ સ્થિતિમાં, જો સીબીએસઇના પરિણામો જાહેર થાય તે પહેલાં યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લી તારીખ નક્કી કરવામાં આવે તો સીબીએસઇના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે. તેમણે કહ્યું કે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સીબીએસઈના પરિણામો જાહેર થયા પછી અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશની છેલ્લી તારીખ નક્કી કરે, જેથી આવા ઉમેદવારોને પૂરતો સમય મળી શકે.

ચાલુ મહિનાના અંતમાં બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે છે 
સીબીએસઈ બોર્ડની પરીક્ષાનું પરિણામ મહિનાના અંત સુધીમાં જાહેર કરે તેવી શક્યતા છે. કોવિડ -19 રોગચાળાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાનું સમયપત્રક વિલંબિત થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ