બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / First GUJCTOC offense reported in Botad, action taken against notorious Shiro Don and his associates, 77 offenses registered

કાયદેસર / બોટાદમાં પ્રથમ વાર નોંધાયો GUJCTOCનો ગુનો, કુખ્યાત શીરો ડોન અને તેના સાગરીતો પર થઈ કાર્યવાહી, 77 ગુના નોંધાયેલા

Vishal Khamar

Last Updated: 05:48 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ જીલ્લામા પ્રથમવાર ગુજશીટોકનો ગુનો નોંધાયો છે. ત્યારે બોટાદના કુખ્યાત શીરો ડોન અને તેના સાગરીતો સામે ગુજશીટોકનો ગુનો નોંધાયો છે.

  • બોટાદ જિલ્લા મા પ્રથમ વાર નોધાયો ગુજશીટોક નો ગુનો 
  • બોટાદના કુખ્યાત શીરો ડોન અને તેના સાગરીતો સામે નોધાયો ગુજશીટોક નો ગુનો 
  • કુખ્યાત શખ્સો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હોવાનુ જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી

બોટાદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અંકુશમાં રહે તેમજ જીલ્લામાં સંગઠીત ગુના આચરતી ટોળકીની ગુનાહિત પ્રવૃતિઓ અટકે તેવા હેતુસર તથા ગુન્હેગાર ઇસમો ઉપર કડક કાર્યવાહી કરતા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીરીઝમ એંન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ –૨૦૧૫ હેઠળ બોટાદ ના 4 કુખ્યાત ગુનેગારો સામે કાર્યવાહી કરતા એક ઇસમને ઝડપી પાડી તેમજ બાકીના અન્ય  ગુનેગારો ભાવનગર જીલ્લા જેલ ખાતે જ્યુડીશીયલ કસ્ટડીમાં હોય તેઓનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ખુન, ખુનની કોશીષ, ખંડણી, લુંટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે
બોટાદ જિલ્લામાં કાયદોને વ્યવસ્થા કાબુમાં રાખવા પોલીસે કાર્યવાહી હાથ ધરતા અગાઉ અનેક ગુનાઓ જેમાં ખુન, ખુનની કોશીષ, ખંડણી, લુંટ, બળજબરીથી કઢાવી લેવું, ચોરી, જુગાર તથા પ્રોહીબીશન ધારાના ગુના માં સામેલ સિરાજ ઉર્ફે શિરો ડોન હુસેનભાઇ ખલ્યાણી,અફજલભાઇ હુસેનભાઇ ખલ્યાણી,તાહિર ઉર્ફે ફાઇટર સલીમભાઇ જાંગડ તથા ઇરફાન ઉર્ફે વાઘો મહેબુબભાઇ ગાંજા રહે.તમામ બોટાદ વાળા જેઓ સંગઠીત થઇ ગુન્હાઓ આચરતા હોય અને તેમના વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓનું રેકર્ડ આધારે કેસોની થયેલી નોંધણીને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ઇરફાન ઉર્ફે વાઘો મહેબુબભાઇ ગાંજાને ઝડપી લઈ તેમજ બાકીના અન્ય ગુનેગારો ભાવનગર જીલ્લા જેલ ખાતે જ્યુડીશીયલ કસ્ટડીમાં હોઈ તેઓનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

કોની સામે કેટલા ગુના નોંધાયેલા છે

  • સિરાજ ઉર્ફે શિરોડોન હુસેનભાઇ ખલ્યાણી કે જેની વિરુદ્ધ ૩૮ ગુનાઓ
  • અફઝલ હુસૈન ખલ્યાણી વિરૂધ્ધ કુલ-૨૬ 
  • તાહિર ઉર્ફે ફાયટર સલીમભાઇ જાંગડ વિરૂધ્ધ કુલ-૯
  • ઇરફાન ઉર્ફે વાધો મહેબુબભાઇ ગાંજા વિરૂધ્ધ કુલ-૦૭ ગુન્હાઓ નોંધાયેલા છે. 

પોલીસે ગુનાહિત કૃત્યોને અંજામ આપતા લોકો વિરૂદ્ધ કરી કડક કાર્યવાહિ
આ તમામ ટોળકી બનાવી ગુનાહિત કૃત્યોને અંજામ આપતા હોય જેથી આઇ.જી.ગૌતમ પરમાર અને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયાની સુચનાને પગલે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલને બોટાદ જીલ્લાની ગુન્હાની સમીક્ષા તથા ઉપલબ્ધ રેર્કડ આધારે આવી પ્રવૃતી કરનાર કુખ્યાત ગુનેગાર ગેંગના  સિરાજ ઉર્ફે શિરો ડોન હુસેનભાઇ ખલ્યાણી,અફજલભાઇ હુસેનભાઇ ખલ્યાણી,તાહિર ઉર્ફે ફાઇટર સલીમભાઇ જાંગડ તથા ઇરફાન ઉર્ફે વાઘો મહેબુબભાઇ ગાંજા રહે.તમામ બોટાદ વાળાઓ વિરૂદ્ધ નોંધાયેલ કેસોની નોંધણીને લઈને કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ગુજસીટોક એક્ટ શું છે.
ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એકટ એટલે કે ગુજસીટોક કાયદો ગેંગ બનાવી લોકોને રંજાડતા તેમજ આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા લોકો સહિતના લોકો માટે બનાવાયેલો કાયદો છે. આ કાયદા અંતર્ગત પકડાયેલા આરોપીઓને પાંચ વર્ષની કેદથી માંડી આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે. સામાન્ય કેસમાં 90 દિવસમાં ચાર્જશીટ કરવી પડે છે. જ્યારે આ એકટ મુજબના ગુનામાં છ મહિના સુધી ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી શકાય છે. આ એકટ મુજબ એસપી કક્ષાના અધિકારી સમક્ષ લેવાયેલી જુબાની સીઆરપીસી 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયેલા નિવેદનની સમકક્ષ ગણાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ