બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / first floating city of the world maldives tourism unique lifestyle

ના હોય! / સાચુકલું ઇન્દ્રપ્રસ્થ! દુનિયાનું સૌપ્રથમ તરતુ શહેર, ઘર, શોપિંગ માર્કેટ અને ઓફિસ બધુ જ પાણીમાં

Premal

Last Updated: 12:06 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડરગ્રાઉન્ડ સિટી, અંડરવૉટર સિટી, અંતરિક્ષ ટુરિઝમ અને માઈક્રોનેશન્સ જેવી માણસની અનોખી જીવનશૈૈલી બાદ આ સીરીઝમાં આજે અમે તમને માણસના વધુ એક ડ્રીમ લેન્ડની સેર કરાવવા જઇ રહ્યાં છે, જ્યાં આખુ શહેર પાણી પર તરતુ હશે.

  • દુનિયાનુ પહેલુ તરતુ શહેર
  • જ્યાં ઘર-દુકાન-રેસ્ટોરન્ટ બધા પાણીમાં તરતા હશે
  • આ તરતી દુનિયામાં તમે પણ રહી શકશો

દુનિયાની પહેલી ફ્લોટિંગ સિટીમાં કયા પ્રકારની સુવિધાઓ મળશે?

દુનિયાની પહેલી ફ્લોટિંગ સિટી અંગે આજે અમે તમને જણાવીશુ. જ્યાં તમે પણ રહી શકશો. પહેલા પ્રાચીન, પછી મધ્યકાલીન, પછી મોડર્ન અને હવે તેનાથી આગળ અલ્ટ્રામૉડર્ન યુગ તરફ વધી રહેલા માણસની ફ્યુચર લાઈફ કેવી હશે? જો આ જાણવુ છે તો તમારે સાયન્સ, ટેકનોલોજી, ડિઝાઈનિંગ, આર્કિટેક્ટ, સિટી પ્લાનિંગ વગેરે વિશ્વમાં થઇ રહેલા ફેરફારને જોવા પડશે. અમે તમને અંડરગ્રાઉન્ડ સિટી, અંડરવૉટર સિટી, અંતરિક્ષ ટુરિઝ્મ, માઈક્રોનેશન્સની દુનિયા અંગે જણાવ્યું. આ બધી એવી જગ્યા છે, જ્યા જવુ અને જોવુ આપણા જેવા લોકોનુ સપનુ છે. 

ક્યા બની રહી છે દુનિયાની પહેલી ફ્લોટિંગ સિટી? 

દુનિયાની પહેલી ફ્લોટિંગ સિટી બનાવવાની દિશામાં કામ શરૂ થયુ છે દુનિયાના સૌથી પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ માલદીવમાં. હાલમાં માલદીવની સરકાર અને Dutch Docklandsની વચ્ચે આ ફ્લોટિંગ સિટીને બનાવવાની ડીલ ફાઈનલ થઇ છે. આ ફ્લોટિંગ સિટી માટે મકાનોનો પહેલો બ્લોક આ મહિને તૈયાર થઇ જશે. જેના પર કામ ચાલુ છે અને આ કન્સ્ટ્રક્શનને દરિયાના વિસ્તારમાં બનેલા લૈગુનમાં લઇ જઇને ઓગષ્ટ મહિનામાં સ્થાપિત કરી દેવામાં આવશે. ત્યારબાદ પર્યટકોક અહીં જઇને જોઇ શકશે કે દુનિયાની પહેલી ફ્લોટીંગ સિટીનુ ઘર કેવુ હશે. અહીં લોકો કેવીરીતે રહેશે. અહીંની સુવિધાઓ કેવી હશે? 

આ તરતા શહેરમાં કઈ કઈ સુવિધાઓ હશે?

અહીં લૈગુન એટલેકે દરિયામાં ઝીલનો વિસ્તાર લગભગ 500 એકરમાં ફેલાયેલો છે. અહીં બનાવવામાં આવેલુ તરતુ શહેર મૉર્ડનિટીની સાથે-સાથે પર્યટકોને પ્રાકૃતિક જીવનશૈલીની પૂરી મજા આપશે. યુરોપીયન શહેર નેધરલેન્ડમાં બનેલા ફ્લોટિંગ મકાનોની ટેકનિકથી પ્રભાવિત થઇને આ શહેરને તૈયાર કરાઈ રહ્યું છે. આ ફ્લોટીંગ સિટીમાં 5000 ઘર હશે. આ ફ્લોટીંગ સિટીમાં તરતા મકાન સિવાય તરતા અનેક પ્રકારના નિર્માણ પણ જોવા મળશે. જેમકે હોટલ, શોપ્સ, રેસ્ટોરન્ટ પણ હશે. અહીં બનાવેલા મકાન લો રાઈજ હશે અને સી ફેન્સિંગ હશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ