firing incident reported in eidgah area of srinagar live update
કાશ્મીર /
શ્રીનગરની એક સ્કૂલમાં આતંકવાદીઓએ કર્યુ ફાયરિંગ, 2 શિક્ષકોનું મોત, વિસ્તારમાં તણાવની સ્થિતિ
Team VTV12:45 PM, 07 Oct 21
| Updated: 12:52 PM, 07 Oct 21
શ્રીનગરની એક સ્કૂલમાં આતંકવાદીઓએ કર્યુ ફાયરિંગ, 2 શિક્ષકોનું મોત, વિસ્તારમાં તણાવની સ્થિતિ
બિન સ્થાનિય શિક્ષકો પર ફાયરિંગ કરવામાં આવ્યું
ઘટનામાં બન્ને શિક્ષકોના મોત થયા
પ્રાચાર્ય સતિંદર કૌર અને શિક્ષક દિપક ચંદનું ઘટનામાં મોત
અનેક દિવસોથી શાંત ઘાટી એક વાર ફરી લોહિયાળ થઈ ગઈ છે. ગુરુવારે શ્રીનગરના સંગામ ઈદગાહ વિસ્તારમાં બિન સ્થાનિય શિક્ષકો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં બન્ને શિક્ષકોના મોત થયા છે. વિસ્તારમાં તણાવ ફેલાયેલો છે. પોલીસ ફોર્સ સ્થળ પર પહોંચી છે અન હુમલાખોર આતંકવાદીઓની શોધ ચાલુ છે.
પ્રાચાર્ય સતિંદર કૌર અને શિક્ષક દિપક ચંદનું ઘટનામાં મોત
મનાઈ રહ્યું છે કે ફાયરિંગમાં જે બે શિક્ષકોના મોત થયા છે તે પ્રાચાર્ય સતિંદર કૌર અને શિક્ષક દિપક ચંદ છે. બન્ને સંગામ સ્કૂલમાં તૈનાત હતા. બન્ને વર્તમાનમાં અલ્લોચોઈબાગના રહેવાસી હતા. સ્કૂલની અંદર હુમલાખોરોએ તેમની ઉપર અંધાધૂન ફાયરિંગ કરી.
હાયર સેકન્ડરી સ્કૂલમાં બની ઘટના
આ સ્કૂલ હાયર સેકન્ડરી સ્કૂલ છે. બન્ને શિક્ષકો અનેક દિવસથી ટાર્ગેટ પર હતા. કહેવાઈ રહ્યું છે કે ગત દિવસોમાં સતત ટારગેટેડ હુમલો થઈ રહ્યો છે. તેમની કડીમાં આ હુમલો કરવામાં આવ્યો છે.
બન્ને ત્રણ હુમલાખોર સ્કૂલ આવ્યા
કેટલાક નજરે જોનારાનું કહેવું છે કે 2થી 3 દિવસ લોકો સ્કૂલ આવશે. તેમણે સ્કૂલની પ્રાચાર્ય અને શિક્ષકના માથા પર બંદૂક તાકી ગોળી મારી છે. ત્રણે આતંકવાદીઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
5 દિવસની અંદર 7ની હત્યા
5 દિવસની અંદર સામાન્ય નાગરિકની હત્યા કરી આ સાતમી ઘટના છે. મંગળવારે શ્રીનગરમાં આતંકવાદીઓએ બિંદરુ મેડિકેટના માલિક એમ. એલ. બિંદરુની ગોળી મારી હત્ય કરી દીધી હતી. આ ઉપરાંત એક મજુરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોર સતત આ એરિયામાં હુમલો કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કદાચ સતત રેકી કરી લોકોને મારવામાં આવી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં પહેલાથી લોકોને પસંદ કરી લેવામાં આવ્યા છે કે કોને કોને કેવી રીતે મારવાના છે.
સુરક્ષા પર સવાલ
આ ઘટના બાદ વિસ્તારમાં વધારે ભય ફેલાયો છે. આતંકવાદીઓને શોધવા માટે વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી છે. પરંતુ લોકો એટલા માટે ડરેલા છે કેમ કે સતત થઈ રહેલી હત્યા બાદ સુરક્ષાદળ હાઈ એલર્ટ પર છે. તેમ છતાં સ્કૂલમાં બે ટીચરોની હત્યાએ ચકચાર મચાવી દીધો છે.