બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / fire broke out at left bank power house in srisailam in telangana

હોનારત / તેલંગાણાના શ્રી શૈલમ સ્થિત પાવર સ્ટેશનમાં આગ ભભૂકી ઉઠતા 9 લોકોના કમકમાટીભર્યા મોત

Kavan

Last Updated: 07:33 PM, 21 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણાના શ્રી શૈલમ બંધના કિનારે સ્થિત હાઇડ્રો પાવર સ્ટેશન પર શુક્રવારે ભયંકર આગ ફાટી નીકળી છે. તેલંગણાના લેફ્ટ બેંક પાવર સ્ટેશનમાં લાગેલી આગમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં હતા.

  • તેલંગાણાના શ્રી શૈલમના પાવર સ્ટેશનમાં આગ
  • 9 લોકોના કમકમાટીભર્યા મોત
  • આ ઘટનામાં 10 લોકોને બચાવી લેવાયા

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 10 લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટનાની તપાસ CIDને સોંપવામાં આવી છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. 

PM મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના. એવી અપેક્ષા છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થઈ જશે.

શુક્રવારે વહેલી સવારે અચાનક ભભૂકી ઉઠી આગ 

મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે તેલંગાણાના લેફ્ટ બેંક પાવર સ્ટેશનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આખી ઇમારત ધુમાડામાં ફેલાઇ ગયો હતો. આગની જાણ થતાં જ સ્ટેશનની અંદરના સ્ટાફે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓએ ફસાયેલા 10 લોકોને બહાર કાઢ્યા હતા. કહેવાય છે કે આમાંથી 6 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Telangana fire broke out powerhouse srisailam આગ Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ