બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Fire breaks out in Vikas Estate in Bapunagar, Ahmedabad

ઘટના / અમદાવાદના બાપુનગરમાં ભયંકર આગ: ફાયરબ્રિગેડની 20 ગાડીઓ કામે લાગી, ફટાકડાની દુકાનો હોવાથી આફત વધી

Dinesh

Last Updated: 06:45 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બાપુનગરમાં વિકાસ એસ્ટેટ વિભાગમાં ફટાકડાના ગોડાઉનામાં લાગી ભીષણ આગ, ઘટનાસ્થળની આસપાસના રહેઠાણો ખાલી કરાયા

  • બાપુનગરના વિકાસ એસ્ટેટમાં આગથી દોડધામ
  • મહામહેનતે આગ પર કાબુ મેળવવ્યો
  • રહીશોમાં ગભરાટનો માહોલ છવાયો 


અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. વિકરાળ આગ પ્રસરીને બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી તેમજ બાળકોને ખુલ્લા વિસ્તારમાં લઇ જવા સુચના આપાઈ હતી અને ઘટનાસ્થળની આસપાસ રહેઠાણોને ખાલી કરવા પણ સુચના અપાઈ હતી.

આસપાસના વિસ્તારની અવર-જવર બંધ
આગ પર રોબોટિક સિસ્ટમથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ ACP -DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં તેમજ મનપા ડે-કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી તાગ મેળવી રહ્યાં છે. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો છે. આગના કારણે વારંવાર ફટાકડા ફુટી રહ્યા છે. સુરક્ષાને ધ્યાને લઇ આસપાસના વિસ્તારની અવર-જવર બંધ કરવામાં આવી તેમજ 5થી વધુ એમ્બ્લુયન્સ સ્ટેન્ડ બાય કરાઇ હતી. 

સ્ટેડિંગ કમિટીના ચેરમેનનું નિવેદ
જે સમગ્ર મામલે સ્ટેડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ફાયર વિભાગની વધુ ગાડીઓ બોલવવામાં આવી તેમજ આસપાસનો વિસ્તારને ખાલી કરાયા છે.

25થી વધુ દુકાનો સળગી
પાપ્ત વિગતો મુજબ ભીષણ આગના કારણે 25થી વધુ દુકાનો સળગી હતી અને જેના પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં. ગંભીર ભીષણ આગના પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.જો કે, ફાયર વિભાગે મહા મહેનતે આગ પર કાબૂ મેળવી લીધો છે.ધડાકા ભેર ફટાકડા ફૂટતા આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ