બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Find out in 10 points what effect the Modi government has taken to curb inflation

સોંઘવારી / મોદી સરકારે મોંઘવારીને કાબુમાં લેવા કર્યા આ ઉપાય, 10 પોઈન્ટમાં જાણો તમારા પર શું પડશે અસર

Hiralal

Last Updated: 05:36 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં આસમાન આંબી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે મોદી સરકાર એક્શનમાં આવી છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડાથી શરુઆત કરી દીધી છે.

  • આસમાન આંબી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા સરકાર એક્શનમાં
  • પહેલા પેટ્રોલ અને ડીઝલના ઘટાડ્યા ભાવ
  • લોખંડ, સિમેન્ટ અને સ્ટીલના ભાવ પણ ઘટશે
  • દેશમાં ખાદ્ય તેલ થવા લાગ્યા છે સસ્તા
  • ખાદ્ય તેલના ભાવમાં પણ ઘટાડો થવા લાગ્યો 

કેન્દ્ર સરકાર દેશમાં ઝડપથી વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે શક્ય તમામ પગલાં લઇ રહી છે. આ જ રીતે કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર એક્સાઈઝ ડ્યૂટીમાં ક્રમશઃ 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે, જેના કારણે રવિવારે પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું છે. કેન્દ્રએ રાજ્યોને ટેક્સ ઘટાડવાની અપીલ પણ કરી છે. સરકારે લોખંડ, સિમેન્ટ અને સ્ટીલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની પણ જાહેરાત કરી હોવાથી તેના પણ ભાવ ઘટી જશે. 

10 પોઈન્ટમાં જાણો,  સરકારે ફુગાવાને અંકુશમાં લેવા માટે શું પગલાં લીધાં 
(1) કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.આના કારણે સરકાર પર વાર્ષિક 1 લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે.
(2) એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાથી રવિવારે પેટ્રોલ 9.5 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.
(3) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી માલભાડાની કિંમતમાં પણ ઘટાડો થશે, જેના કારણે શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.
(4) કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડીની પણ જાહેરાત કરી છે. જેનાથી ગરીબ પરિવારોને રાહત મળશે.
(5) નાણાં પ્રધાન નિર્મલા સીતારામને શનિવારે કહ્યું હતું કે, લાભાર્થીઓને દર વર્ષે 12 સિલિન્ડર પર સબસિડી મળશે.
(6) કેન્દ્ર સરકાર પ્લાસ્ટિક ઉત્પાદનો માટે કાચા માલ પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાની પણ યોજના બનાવી રહી છે. આનાથી પ્લાસ્ટિકના ઉત્પાદનો સસ્તા થશે.
(7) કેન્દ્ર સરકાર સિમેન્ટની ઉપલબ્ધતામાં પણ સુધારો કરશે. સિમેન્ટની કિંમત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
(8) પ્લાસ્ટિક તેમજ સ્ટીલ અને લોખંડના ઉત્પાદનો માટેના કાચા માલ પરની કસ્ટમ્સ ડ્યુટી પણ ઘટાડવામાં આવશે.
(9) સ્ટીલના ઉત્પાદન માટે કાચા માલ પરની આયાત ડ્યુટી પણ ઘટાડવામાં આવશે. આનાથી તેની કિંમતોમાં ઘટાડો થશે. સરકારના આ પગલાંથી સામાન્ય જનતાને રાહત મળશે.
(10) ઈન્ડોનેશિયાએ પામ ઓઈલ નિકાસ પ્રતિબંધ હટાવી લેતા હવે દેશમાં ખાદ્ય તેલના ભાવમાં પણ ઘટાડો આવવા લાગ્યો છે જે આગામી દિવસોમાં વેગ પકડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ