બ્રેકિંગ ન્યુઝ
VTV / Finance Minister Nirmala Sitharaman presented the budget today
Dinesh
Last Updated: 04:43 PM, 1 February 2023
ADVERTISEMENT
સંસદમાં આજે બજેટ 2023 રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. જેમાં તમામ સેક્ટરને આવરી લેવાયું હોય તેવું જણાઈ રહ્યું છે. સામાન્યવર્ગ અને મધ્યમવર્ગ માટે અનેક જાહેરાત કરાઈ છે, કઈ વસ્તુમાં ખિસ્સા પર પણ અસર કરશે. ચાલો આપણે જાણીએ કે, આજના બજેટની અસરકારક 8 જાહેરાતો
બજેટ હાઈલાઇટ્સ:-
ADVERTISEMENT
સાત લાખ સુધીની આવક પર ટેક્સ નહીં લાગે
બજેટમાં ટેક્સને લઈ કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં 7 લાખ સુધી કોઈ ઈનકમ ટેક્સ નહીં ભરવો પડે કેમ કે, ઈન્કમ ટેક્સની છૂટ 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી છે. 6 લાખથી 9 લાખ માટે 10 ટકા ટેક્સ જ્યારે 9 લાખની વાર્ષિક આવક ધરાવનારાને 45 હજારનો ટેક્સ ભરવો પડશે. 2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે. ITRને સરળ કરાશે અને 3 કરોડ ટર્ન ઓવર ધરાવતા MSMEને કરમાં છૂટ અપાઈ છે. 75 લાખ કમાનારા પ્રોફેશનલ્સને ટેક્સમાં પણ છૂટ અપાઈ છે.
શું થશે સસ્તું?
- ઈલેક્ટ્રિક વ્હિકલ
- બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ
- મોબાઈલ ફોન, કેમેરા
- LED ટીવી, મોબાઈલ ફોન, કેમેરા
- ઈ બેટરીને કસ્ટમ ડ્યૂટીમાં રાહત
- લેબ દ્વારા બનાવેલા હીરાના સીડ્સ પર કસ્ટમ ડ્યુટીમાં છૂટ
- મોબાઈલના સ્પેરપાર્ટ સસ્તા થશે
- રમકડાં, સાઇકલ
- રબરમાં પણ ડ્યુટી ઘટાડવામાં આવી
પાન કાર્ડ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે
PAN કાર્ડને લઈને બજેટમાં મોટું એલાન કરવામાં આવ્યું છે કે, DIGI લોકર, આધાર સરનામાંને યોગ્ય ગણાશે. પાન કોરોબર શરૂ કરવામાં મુખ્ય આધાર રહેશે. તેમજ DIGI લોકર દસ્તાવેજ શેયર મદદરૂપ થઈ શકશે. નાણાં મંત્રીએ કેટલાક મોટા એલાન કર્યું છે કે, આધારકાર્ડ કેવાઈસીની પ્રક્રિયા સરળ થશે. ડિજિટલ લોકરના વપરાશમાં વધારો કરવામાં આવશે. ઓળખપત્રના રૂપમાં પાન માન્ય ગણાશે. એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા રજૂ કરવામાં કરવામાં આવશે. ગ્રીન ગ્રોથ પર પણ સરકારનો ભાર વધુ રહેશ. નાણામંત્રીએ કહ્યું કે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે 2070 સુધી ભારત આ તરફ આગળ વધશે.
For business establishments required to have Permanent Account Number, the PAN will be used as a common identifier for all Digital Systems of specified government agencies: FM Nirmala Sitharaman pic.twitter.com/Mbnt7ZgGVS
— ANI (@ANI) February 1, 2023
કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. યુવાઓ માટે કૃષિવર્ઘક ફંડ બનાવવામાં આવશે. ખેડૂતોને મોટા અનાજનું ઉત્પાદન કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. કૃષિ લોન 20 લાખ કરોડ સુધી વધારવામાં આવી છે. અગ્રીકલ્ચ એક્સેલેરેટર ફંડનું ગઠન થશે. સ્ટાર્ટઅપ માટે કૃષિફંડ બનશે.
100 નવી યોજનાઓ કરવામાં આવશે શરૂ: નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે, રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ સિવાય નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે. જેના પર આગળ કામગીરી કરવામાં આવશે.
PM આવાસ યોજનામાં 66 ટકા વધુ ખર્ચાશે
બજેટ રજૂ કરતાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં પીએમ આવાસ યોજનાના બજેટમાં 66 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે તે 79,000 કરોડ રૂપિયા થઈ ગયો છે.
157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે: નાંણા મંત્રી
નાણામંત્રી દ્વારા આરોગ્યને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 157 મેડિકલ કોલેજ સાથે 157 નવી નર્સિંગ કોલેજ શરૂ થશે. વર્ષ 2047 સુધી એનેમિયા નિર્મૂલન માટે લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. બજેટમાં હેલ્થને લઈ ICMR લેબની સંખ્યામાં દેશભરમાં વધારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આરોગ્યને લઈ ચિકિત્સા ક્ષેત્રમાં પ્રવેશ માટે પણ વધારો કરવામાં આવશે. ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગામ થશે.
જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશુંઃ નાણામંત્રી
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન અમે એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈનું પેટ ખાલી ન રહે. 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. અમે આગામી એક વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશું. 2014 બાદથી અમારા પ્રયાસોના કારણે લોકોના જીવનમાં સુધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.