બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / final of WPL will start in a few minutes Rohit Sharma has increased the passion of the Mumbai Indians team

WPL / થોડીવારમાં શરૂ થશે WPLની ફાઈનલ મેચ, રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો વધાર્યો જુસ્સો

Manisha Jogi

Last Updated: 07:27 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઇનલ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મહિલા ટીમનો જુસ્સો વધારવા માટે એક ખાસ મેસેજ આપ્યો છે. તમે પણ જુઓ આ વિડીયો.

  • મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ.
  • મુંબઈ ઇન્ડિયન્સ પુરુષ ટીમ IPLની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી.
  • ટીમનો જુસ્સો વધારવા રોહિત શર્માએ આપ્યો ખાસ મેસેજ.

 
મહિલા પ્રીમિયર લીગના પહેલા સંસ્કરણની ફાઇનલ મેચ આજે સાંજે 7:30 વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમવામાં આવશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમવામાં આવશે.

આ ફાઇનલ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ મહિલા ટીમનો જુસ્સો વધારવા માટે એક ખાસ મેસેજ આપ્યો છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈ ઇન્ડિયન્સ પુરુષ ટીમ IPLની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી છે અને પાંચ ટ્રોફી જીતી છે.

મુંબઇ ઇન્ડિયન્સે ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા જણાવી રહ્યા છે કે, ‘હું મહિલા ટીમને ફાઇનલ મેચ માટે શુભકામના પાઠવવા માંગુ છું. છેલ્લા ચાર સપ્તાહમાં તમે જે પ્રકારે રમી રહ્યા છો તે જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આજે તમારી ફાઇનલ મેચ છે. દરરોજ ફાઈનલ મેચ રમવા માટેની તક નહીં મળે આ તકને એન્જોય કરો અને તે સમય ખૂબ જ અમેઝિંગ રહેશે. અમે તમામ લોકો તમને ચીઅર્સ કરશું મેદાન પર જઈને તમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપો.’

મુંબઈ ઇન્ડિયન્સ પુરુષ ટીમના અન્ય ખેલાડી સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને ડેવિડે પણ હરમનપ્રીત કોરની ટીમને શુભકામનાઓ આપી છે. સૂર્યકુમાર યાદવ જણાવે છે કે, મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ફાઇનલ મેચમાં છે અને તેમનામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક પરિવાર તરીકે હું આપ સહુને ફાઇનલ મેચ માટે શુભકામના પાઠવું છું. તમને ચિયર્સ કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. તિલક વર્મા જણાવે છે કે, મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ટીમને ખુબ જ શુભકામનાઓ અમે તમને સપોર્ટ કરી રહ્યા છીએ અને આશા છે કે તમે આ ફાઇનલ મેચ જીતશો. ડેવિડ જણાવે છે કે, ફાઇનલ મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમને ખૂબ જ શુભકામનાઓ અત્યાર સુધીની સીઝન ખૂબ જ શાનદાર રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL Mumbai Indians Mumbai Indians women team Rohit Sharma Mumbai Indians Sports News Sports News in gujarati Women Premier League latest sports news WPL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ