બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Film special 26 in Chhotaudepur, 7-member gang of thugs raided fake IT and cleaned the vault, police stunned by modus operandi

લૂંટ / છોટાઉદેપુરમાં ફિલ્મ સ્પેશિયલ 26 જેવો ઘાટ, 7 લોકોની ઠગબાજ ટોળકીએ નકલી IT રેડ કરી તિજોરી કરી સાફ, મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચકિત

Vishal Khamar

Last Updated: 11:53 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે એક ખેડૂતને ત્યાં ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં બે કાર તથા એક બુલેટ લઈ ૭ માણસો આવી નકલી ઇન્કમટેક્સની રેડ કરી તિજોરીઓ રૂપિયા લઈ લીધા..

  • પાવીજેતપુરના ખટાસ ગામનો બનાવ
  • ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં આવેલ લોકો પૈસા લઈ  નાસી ગયા
  • ભાઈને રસ્તામાં ઉતારી ઘરના સભ્યોના મોબાઈલ આપી ફરાર થઈ ગયા

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે એક ખેડૂતને ત્યાં ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં બે કાર તથા એક બુલેટ લઈ ૭ માણસો આવી નકલી ઇન્કમટેક્સની રેડ કરી તિજોરીઓ તેમજ મગફળીના ગોતામાં મુકેલા રોકડા રૂપિયા 4 લાખ લઈ લીધા.. નકલી ઇન્કમટેક્સના સાહેબોએ અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26 ની જેમ રેડ ચાલુ કરી હતી. ઘરની બધી તિજોરીઓ તેમજ મગફળીના ગોતા નીચેથી મળી કુલ ચાર લાખ રૂપિયા રોકડા બહાર કાઢ્યા હતા તેમજ એક મોબાઈલ ૫૦૦૦ ની કિંમતનો લઈ લીધો હતો.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

પોલીસ સ્ટેશનમાંથી માણસો આવે ત્યાર પછી જ મકાનને ખોદજો
ફતેસિંગભાઈ ને કહેવા લાગ્યા કે હવે તમારું ઘર ખોદીને ચેક કરવું પડશે ત્યારે ફતેસિંભાઈએ કહેલ કે તમે કદવાલ પોલીસ સ્ટેશનમાંથી માણસો આવે ત્યાર પછી જ મકાનને ખોદજો. તેમ કહેતાં નકલી સાહેબોએ જણાવ્યું કે આ રૂપિયા દિલ્હી જમા કરાવવા પડશે તેમ કહી ઘરની બહાર નીકળી ગયેલા અને કદવાલ પોલીસ સ્ટેશન જઈએ છીએ તેમ જણાવેલ, તેઓની પાછળ જતા તેઓએ ફતેસિંગભાઈના પરિવારને રોકી દીધા હતા. ગામના એક સભ્યને સાથે લઈ  કદવાલ પોલીસ સ્ટેશન જવાનું છે તેમ કહી પોતાની સફેદ કારમાં બેસાડી લઈ ગયા હતા. જે ભાઈને રસ્તામાં ઉતારી ઘરના સભ્યોના મોબાઈલ આપી ફરાર થઈ ગયા હતા. 

ભોગ બનનાર ફતેસિંગભાઈ

નકલી ઇન્કમટેક્સની રેડ કરી,છેતરપિંડી કરી ગયા
ફતેસિંગભાઈ ના મોટાભાઈ પોલીસ સ્ટેશન જઈ તપાસ કરતા ત્યાં કોઈ ગાડીઓ હતી નહીં તેમજ કોઈ માણસો પણ ન હતા. ફતેસિંગભાઈના મોટાભાઈએ ઘરે જાણ કરતા ખબર પડી હતી કે આ બોગસ માણસો આવી ખોટી ઓળખાણ આપી, નકલી ઇન્કમટેક્સની રેડ કરી, ૪,૦૫,૦૦૦/- ની છેતરપિંડી કરી ગયા હતા.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ