ગુજરાત વિધાનસભા ગૃહમાં ધમાલ પર નેતાઓના નિવેદનો, જગદિશ પંચાલે માર્યું માઇક

By : admin 03:29 PM, 14 March 2018 | Updated : 03:29 PM, 14 March 2018
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મચાવેલી ધમાલ બાદ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક બોલાવી તો સીએમ રૂપાણી સાથે ગૃહમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પોલીસ કેસ કરવો કે નહી તે અઁગે ચર્ચા કરવામાં આવી હતી. ગૃહની ઘમાલ બાદ રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસ વડાનો કાફલો વિધાનસભા પહોંચ્યો. 

ગુજરાતની ગરીમા ગણાતી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મારામારી કરી હતી. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારમારી સર્જાઇ હતી. વિધાનસભા ગૃહમાં વિક્રમ માડમને બોલવા ન દેતા મામલો બિચકાયો હતો. વિક્રમ માડમને ન બોલતા દેતા પ્રતાપ દુધાતે જગદિશ પંચાલને માઈક માર્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ જગદિશ પંચાલને માર માર્યો હતો.


ધમાલ પર કોણે શું કહ્યું ? 

ગૃહમાં મારામારી મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન

તો આ તરફ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ગૃહમાં મારામારી મુદ્દે સત્તા પક્ષ પર આરોપ લગાવ્યા છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસના સભ્યો ભાજપના ષડયંત્રનો ભોગ બન્યા છે. નિષ્ફળતા છૂપાવવા માટે ભાજપ દ્વારા છેલ્લા એક સપ્તાહથી સ્ટ્રેટેજીથી ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. સાથે જ જગદીશ પંચાલ દ્વારા પણ ઉશ્કેરણીજનક શબ્દ બોલવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

મારામારી બાદ પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા

પ્રતાપ દુધાતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જગદીશ પંચાલ છેલ્લા કેટલાક સમયથી બેફામ બોલતા હતા. જગદીશ પંચાલ મને 8 દિવસથી ગાળો બોલતા હતા. વિધાનસભાની લોબીમાં પણ મને ગાળો બોલતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવશે. આજે પણ મને ગાળો આપી હતી. ગાળો આપતા આવેશમાં આવી આ પગલું ભર્યું.

મારામારી પર શક્તિસિંહનું નિવેદન
 • ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે: શક્તિસિંહ ગોહિલ

જીગ્નેશે ધમાલને લઇ આપી પ્રતિક્રીયા
 • બંને પક્ષના MLAએ મારામારી કરીઃ જીગ્નેશ મેવાણી 
 • બંન્ને પક્ષના ધારાસભ્યોએ છુટ્ટા હાથે મારામારી કરી: જીગ્નેશ મેવાણી

મનીશ દોશીએ આપ્યું નિવેદન
 • કોંગ્રેસ ગૃહમાં જનતાનો અવાજ આક્રમકતા સાથે ઉઠાવશે: મનીશ દોશી
 • કોંગ્રેસ ગૃહમાં અવાજ ઉઠાવશેઃ મનીષ દોશી 
 • ગૃહમાં આક્રમક અવાજ ઉઠાવીશુઃ મનીષ દોશી 

હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર ગંભીર આરોપ
 • કોંગ્રેસે જોશમાં આવી હુમલો કર્યોઃ હર્ષ સંઘવી 
 • કોંગ્રેસના સભ્યોએ વેલમાં આવી મારા મારી કરી: હર્ષ સંઘવી
 • મને કોંગ્રેસના સભ્યોએ મારી નાખવાની ધમકી આપીઃ હર્ષ સંધવી
 • મને કોંગ્રેસે મારી નાખવાની ધમકી આપીઃ હર્ષ સંઘવી 

ગૃહમાં મારામારી મુદ્દે અલ્પેશ ઠાકોરનુ નિવેદન
 • આજે હુ ખુબ દુખી છું: અલ્પેશ ઠાકોર
 • આજની ઘટનાક્રમથી દુખ થયુઃ અલ્પેશ ઠાકોર.
 • વિધાનસભામાં અપશબ્દ બોલવામાં આ્વ્યાઃ અલ્પેશ
 • ભાજપના ધારાસભ્યએ અપશબ્દો બોલ્યાઃ અલ્પેશ ઠાકોર
 • આ દુર્ભાગ્યપુર્ણ ઘટના છેઃ અલ્પેશ
 • ધારાસભ્યો મા-બેન સામે ગાળો બોલે ખુબ જ ખરાબ બાબતઃ અલ્પેશ ઠાકોર
 • ધારાસભ્યો એકબીજા સામે ગાળાગાળી કરતા હતાઃ અલ્પેશ ઠાકોર

વિધાનસભા ગૃહમાં મારામારીને લઇ સીએમ રૂપાણીનું નિવેદન
 • આ નકરી ગુંડાગર્દી છેઃ CM રૂપાણી 
 • પોલીસ પોલીસનું કામ કરશેઃ  CM રૂપાણી 
 • સમગ્ર મામલે CCTVથી તપાસ થશેઃ CM રૂપાણી 
 • CM રૂપાણી સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરી બેઠક
 • બેઠકમાં પોલીસ કેસ કરવો કે કેમ તેં અંગે પણ કરી ચર્ચા

વિધાનસભામાં મારામારી મુદ્દે વિક્રમ માડમનુ નિવેદન
 • મારી ભાજપને ઓપન ચેલેન્જ: માડમ
 • મને વિધાનસભામાં બોલવાની તક ના અપાઇ: માડમ
 • હું ચેલેન્જ આપુ છું કે ફુટેજ સાર્વજનિક કરાઇ, મને બોલવાનો મોકો નથી મળ્યો: માડમ
 • આસારામ બાબતે જામનગરના પણ 2 પ્રશ્નો અમારા હતા: માડમ
 • મે છેલ્લે સુધી પ્રશ્ન પુછવા પ્રયત્ન કર્યો: માડમ
 • નીતિનભાઇએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો, મે ઓર્ડર મુકવા પ્રયત્ન કર્યો: માડમ
 • મને અંડરગ્રાઉન્ડ કોના કહેવાથી કરવામાં આવ્યો?: માડમ
 • અંબરીશ ડેરે પણ કહ્યું કે વિક્રમભાઇને બોલવા દો: માડમ
 • મારે પણ જનતાને જવાબ આપવો પડે છેઃ માડમ
 • ભૂતકાળમાં પણ શક્તિસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે: માડમ
 • અવિશ્વાસની દરખાસ્ત 10 દિવસમાં કેવી રીતે આવી: માડમ
 • આખો ઘટનાક્રમ ઉપજાવી કાઢવામાં આવ્યો છેઃ માડમ
 • ભાજપના સભ્યોએ ગાળો ભાંડી: માડમ
 • ખરાબ શબ્દોનો ભાજપના સભ્યોએ ઉપયોગ કર્યો: માડમ
 • ભાજપના સભ્યોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છેઃ માડમ
 • ગુજરાત વિધાનસભામાં જોહુકમી ચાલે છેઃ માડમ
 • સભ્યોને નામથી નથી ઓળખતોઃ માડમ
 • અધ્યક્ષે તમામ ને ન્યાય આપવો જોઈએ
 • ગૃહમાં આવા દ્રશ્યો ના સર્જાવા જોઇએ: માડમ
 • પોઇન્ટ ઓફ ઓર્ડરની પ્રક્રિયા ચાલતી હતીઃ નીતિન પટેલ

   

  LIVE: ગુજરાતની ગરિમા ગઇ ખાડે, વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે થઇ મારામારી
Recent Story

Popular Story