બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fight between election results in Gujarat: Bad speech in these villages

સમ(રસ)રાંગણ / ગુજરાતમાં ચૂંટણી પરિણામ વચ્ચે જંગઃ આ ગામોમાં બઘડાટી બોલી, હારેલા ઉમેદવારોએ જુઓ કેવા કર્યા પ્રપંચ

Mehul

Last Updated: 07:38 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સરપંચની ચૂંટણી બાદ મારઝૂડ, પ્રપંચ સહિતની ઘટનાઓ સામે આવી છે.  જેમાં વધારે બબાલ હારેલા ઉમેદવારોએ કરી છે. સુરતના દેવધ ગામ ખાતે ગ્રામ પંચાયતમાં મારામારી થઇ હતી

  • પંચાયતની ચૂંટણીમાં ઘર્ષણ 
  • જીંડવા ગામે પાક કાપી નાખ્યો 
  • બોડેલીમાં પણ ઘર્ષણ થતા કેટલાકને ઈજા 

રાજ્યમાં સરપંચની ચૂંટણી બાદ મારઝૂડ, પ્રપંચ સહિતની ઘટનાઓ સામે આવી છે.  જેમાં વધારે બબાલ હારેલા ઉમેદવારોએ કરી છે. સુરતના દેવધ ગામ ખાતે ગ્રામ પંચાયતમાં મારામારી થઇ હતી. તો દહેગામના જીંડવા ગામે હારેલા ઉમેદવારના સમર્થકોએ ખેતરમાં ઉભા પાકને કાપી નાખ્યો હતો. તો જામકંડોરણા પંથકના ચિત્રાવડમાં જીતની ખુશીમાં ઢોલીને પીવડાવ્યો દારૂ પીવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખુલ્લેઆમ દારૂનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના દેવધ ગામે એક ચોકક્કસ સમાજના લોકોએ હુમલો કરી મહિલાની ગાડીમાં તોડફોડ કરી હતી. 

 

જીતની ખુશીમાં ઢોલીને પીવડાવ્યો દારૂ

રાજકોટમાં જામકંડોરણા પંથકના ચિત્રાવડમાં વિજય સરઘસનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબનો વાયરલ થઇ રહ્યો છે. દાવા કરાઇ રહ્યો છે કે જીતની ખુશીમાં ઢોલીને ખુલ્લેઆમ દારૂ પીવડાવવામાં આવી રહ્યો હતો. સરપંચ બન્યાની ખુશીમાં ખુલ્લેઆમ દારૂનું વિતરણ પણ થયું હતું. ત્યારે સવાલ એ છે કે જો વાયરલ વીડીયોમાં જો કોઈ તથ્ય હોય અને જો બોટલમાં દારૂ જ હોય તો કાર્યવાહી થવી જરૂર છે.સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોનું VTV પુષ્ટિ કરતું નથી

બોડેલીમાં બઘડાટી 

ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન માથાકૂટ થઇ હોવાની વધુ એક ઘટના  છોટાઉદેપુરના બોડેલીમાં સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં  મતદાન દરમિયાન બબાલ થઈ હતી. નર્મદાના ઔદ્યોગિક વસાહતના મતદાન મથકમાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા લાકડીઓ સાથે બંને જૂથોના શખ્સોએ મારામારી કરતા માહોલ ગરમાયો હતો .બે જૂથ વછે મારામારી થતા પંચાયત ચૂંટણીમાં ફરજ પર રહેલા  શિક્ષિકાને ઈજાઓ પહોંચી હતી..બંને જૂથના કેટલાક શખ્સો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે  હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા..બોડેલી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ