બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Female Infected corona returning from UK in Vadodara, The woman's sample was sent to Pune

કોરોના મહામારી / ઓમિક્રોન વેરિએન્ટે ચિંતા વધારી : વડોદરામાં UKથી પરત ફરેલી મહિલા કોરોના સંક્રમિત, સેમ્પલ પૂણે લેબમાં મોકલાયા

Kiran

Last Updated: 09:34 AM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં UKથી પરત ફરેલી મહિલા કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. હાલ ઓમિક્રોન વેરિઅન્ટની તપાસ માટે મહિલાના  સેમ્પલ પૂણે મોકલી દેવાયા છે

  • કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટે ચિંતા વધારી 
  • વડોદરામાં UKથી પરત ફરેલી મહિલા કોરોના સંક્રમિત
  • કોરોના સંક્રમિત મહિલાના  સેમ્પલ પૂણે લેબમાં મોકલાયા 

વડોદરામાં UKથી પરત ફરેલી મહિલા કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. હાલ ઓમિક્રોન વેરિઅન્ટની તપાસ માટે મહિલાના  સેમ્પલ પૂણે મોકલી દેવાયા છે મહત્વનું છે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ઓમિક્રોનના 4 શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ છે ત્યારે વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. SSG હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે 50 બેડ તૈયાર રખાયા છે તો 50 વેન્ટિલેટર અને ઓક્સિજન કન્સેન્ટ્રેટર અને સ્ટાફ સ્ટેન્ડબાય રાખી દેવામાં આવ્યો છે. ગઈ કાલે પણ એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એ પહેલા પણ UKથી પરત આવલા એક વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના રિપોર્ટ પૂણે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

નવા વેરિએન્ટ ઓમિક્રોને અનેક દેશોની ચિંતા વધારી 

દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને અનેક દેશોની ચિંતા વધારી છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અટેલું જ નહીં ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો એક કેસ નોંધાયો છે, એવામાં કોરોના કેસ પણ હવે ગોકળ ગતિએ વધી રહ્યા છે, ઓમિક્રોન વેરિએન્ટને લઈને રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, સાથે એરપોર્ટ પર વિદેશની આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે, વિદેશની પરત આવેલાઓનું એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તેમને ફરજીયાત ક્વોરોન્ટાઈ રહેવાનો નિર્દેશ કરાયો છે. 

UKથી પરત આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ 

મહત્વનું છે કે વડોદરામાં UKથી પરત આવેલા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે આણંદની એક યુવતીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.  UKથી પર ફરેલા વૃદ્ધનો કોપોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે જેને પગલે વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો કોરોના પોઝિટિવ વૃદ્ધનો રિપોર્ટ પુણે લેબમાં મોકલી આપવામાં આવ્યો છે વૃદ્ધમાં ઓમિક્રોન વેરિએન્ટના કોઈ લક્ષણો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે, વૃદ્ધને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે મહત્વનું છે કે એક અઠવાડિયું હોમ ક્વોરન્ટાઈન રહ્યાં બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે. 

UKથી એક વૃદ્ધ દંપતી કોરોના સંક્રમિત

અહીં ઉલ્લેખનિય છે કે ગઈ કાલે પણ UKથી એક વૃદ્ધ દંપતી પરત ફર્યું હતું તે પણ કોરોના સંક્રમિત હોવાને કારણે તેમને વડોદરા મનપા દ્વારા તાત્કાલિક સારવરા અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું હાલ એ દંપતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એટલું જ નહીં વૃદ્ધ દંપતી પર નજર રાખવા હોસ્પિટલ રૂમમાં કેમેરા મુકી દેવામાં આવ્યા છે હાલ તો વૃદ્ધ દંપતીના સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયા છે, મહત્વનું છે કે ઈંગ્લેન્ડમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરતું અમદાવાદ એરપોર્ટ પર બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી આરોગ્ય વિભાગ અગમચેતી રૂપ પલગા લેવામાં આવ્યા છે. 

ક્વોરોન્ટીનનો ભંગ કરતા તંત્ર દ્વારા ફટકારાયો દંડ 

આ તરફ સુરતમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા વ્યક્તિએ ક્વોરોન્ટીનનો ભંગ કરતા તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્હોનિસબર્ગથી સુરત આવેલા પ્રવાસીને ક્વોરોન્ટાન નિયમ ભંગ કરતા સુરત મનપાએ 5 હજારનો દંડ ફટકાર્યો છે. મનપાની ટીમ તપાસમાં વ્યક્તિ ઘરે ગઈ ત્યારે વ્યક્તિ ઘરે હાજર ન હતો જેથી તે નિયમનું ઉલ્લઘંન કરતા મનપા દ્વારા દંડ સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ