બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / Fatty liver disease is dangerous, eat these things to protect your liver from damage

Health Tips / લીવર તંદુરસ્ત રાખવા માટે ડાયેટમાં સામેલ કરો આટલી ચીજો, ગંભીર બીમારીઓથી પણ બચી જશો

Megha

Last Updated: 01:48 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બીમારીમાં વધુ પડતી ચરબી કે ફેટ જમા થઈ જાય અને લીવર ખરાબ થઈ જાય છે. જો આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો લીવર ખરાબ રીતે ડેમેજ થઈ શકે છે.

  • ભારતમાં લગભગ 32 ટકા લોકો નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારીના શિકાર બની ગયા છે
  • જે લોકો દારૂનું ખૂબ ઓછું સેવન કરે છે અથવા બિલકુલ કરતાં નથી એમને આ બીમારી થાય છે 
  • કોલાઇન શરીરમાં હાજર રહેલ ચરબીને ઓછી કરીને પચાવવાનું કામ કરે છે

આજકાલની લાઇફસ્ટાઇલ મુજબ અને ભાગદોડ ભર્યા જીવનને કરને ઘણા લોકો ઘણી બીમારીનો શિકાર બન્યા છે. સાથે જ સામેની ખપતને કારણે લોકો તેના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. સાથે જ ખાવા પીવા પર પણ સરખું ધ્યાન આ આપવાને કારણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવી બીમારીનો સામનો કરવો પડી શકે છે અને આ જ બીમારીનો એક ભાગ છે નોન આલ્કોહોલિક ફેટી લીવર. તમને જણાવી દઈએ કે ભારતમાં લગભગ 32 ટકા લોકો આ બીમારીનો શિકાર બની ગયા છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે શુ છે આ બીમારી.. 

નોન આલ્કોહોલિક ફેટી લીવર (NAFLD)
નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારી એ લોકોને થાય છે જે લોકો દારૂનું ખૂબ ઓછું સેવન કરે છે અથવા બિલકુલ કરતાં નથી. આ બીમારીમાં વ્યક્તિ તેની ખાવા-પીવાની આદતને કારણે તેના લિવરમાં વધુ પડતી ચરબી કે ફેટ જમા થઈ જાય અને લીવર ખરાબ થઈ જાય એવી બીમારીનો શિકાર બને છે. જો આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો લીવર ખરાબ રીતે ડેમેજ થઈ શકે છે.  

નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારીના લક્ષણો 
સામાન્ય રીતે આ બીમારીના કોઇ લક્ષણો નજર આવતા નથી પણ ક્યારેક આવા લક્ષણો દેખાય તો સમજી જવું કે તમે આ બીમારીના શિકાર બની ગયા છો. જેવા કે થાક ગાવો કે પેટની ઉપર ડાબી બાજુ દુખાવો થવો. આ સામાન્ય લક્ષણો નોન આલ્કોહોલિક ફેટી લીવરના છે. 

શું હોય છે નોન આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટીસ?
આ બીમારી સિમ્પલ ફેટી લિવર જેવી જ હોય છે. આ બીમારીમાં શરીરની કોશિકામાં જમાં થયેલ ફેટ અને ચરબી શરીરમાં સોજાનું કારણ બને છે. એટલા માટે લીવર કેન્સર કે સિરોસીસનો ખતરો ઘણો વધી જાય છે. 

નોન આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટીસના લક્ષણો 
પેટમાં સોજો આવવો, હથેળીઓ લાલ પડવી સાથે જ આંખ સહિત ચામડી પીળી પડી જવી .. 

જે લોકોમાં નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારી જોવા મલે છે તેની પાછળ મુખ્ય કારણ એમનો વધુ પડતો વજન કે શુગરની કમી કે લોહીમાં જોવા મળતું વધુ પડતું ફેટ હોય છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારીથી બચવા માટે કોલાઇન ખૂબ જ જરૂરી પદાર્થ છે. કોલાઇન શરીરમાં વધુ પડતાં ફેટને પચાવવા માટે અને મગજના વિકાસ માટે ઘણો જરૂરી પદાર્થ છે. કોલાઇન શરીરમાં હાજર રહેલ ચરબીને ઓછી કરીને પચાવવાનું કામ કરે છે. જેથી નોન આલ્કોહોલિક ફેટી લીવર બીમારીનો ખતરો પણ ઓછો થાય છે. 

આ વસ્તુમાં વધુ માત્રામાં જોવા મળે છે કોલાઇન 

ઈંડા - ઈંડા કોલાઇન પ્રાપ્ત કરવા માટેનો સૌથી સારો સોર્સ છે. એક ઈંડામાં 147 એમજી કોલાઇન મળે છે. 
સોયાબીન - અડધી વાટકી રોસ્ટેડ સોયાબીનમાં 107 એમજી કોલાઇન મળે છે. 
રોસ્ટેડ ચિકન - 85 ગ્રામ રોસ્ટેડ ચીકનમાં 72 એમજી કોલાઇન મળે છે
લાલ બટાટા - એક મોટા બટાટામાં 57 એમજી કોલાઇન મળે છે. 
રાજમા - અડધા કપ રાજમામાં 45 એમજી કોલાઇન મળે છે. 
લો ફેટ મિલ્ક - એક કપ માં 43 એમજી કોલાઇન મળે છે. 
બ્રોકલી - અડધો કપ બાફેલ બ્રોકલીમાં 31 એમજી કોલાઇન મળે છે. 
પનીર - એક કપ પનિર્મા 26 એમજી કોલાઇન મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ