બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Fast Bowler Avesh Khan health deteriorated before the match against Pakistan

IND vs PAK / પાકિસ્તાન સામે મેચ પહેલા જ આ ખેલાડીની તબિયત લથડી, નહીં રમે તો ટીમ ઈન્ડિયાને લાગશે ઝટકો

Megha

Last Updated: 08:11 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાનના આ શાનદાર મેચ પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની તબિયત બગડી છે. અને હાલ એવું લાગી રહ્યું છે કે તે આ મેચનો ભાગ નહીં બની શકે.

  • ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન ફરી એક વખત ક્રિકેટના મેદાન પર ઉતરશે
  • ટીમ ઈન્ડિયા માટે અને ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા
  • ભારત-પાકિસ્તાન મેચ પહેલા આ ખેલાડીની તબિયત બગડી

આજે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન ફરી એક વખત ક્રિકેટના મેદાન પર ઉતરશે અને બંને વચ્ચેની આ કાંટની ટક્કર જોવા માટે દરેક લોકો ઘણા ઉત્સુક છે. ટીમ ઈન્ડિયા ગયા મેચની જેમ પાકિસ્તાનને માત આપીને એશિયા કપ ટૂર્નામેન્ટના સુપર ફોરમાં જીત મેળવવાની ઈચ્છા રાખીને મેદાનમાં ઉતરશે. પણ તમને જણાવી દઈએ કે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે અને ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 

ભારત-પાકિસ્તાનના આ શાનદાર મેચ પહેલા ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની તબિયત બગડી છે. તેના કારણે જ આ ખેલાડી ટીમની પ્રેક્ટિસનો ભાગ બની શક્યો નથી અને હાલ એવું લાગી રહ્યું છે કે તે આ મેચમાં રમી પણ નહીં શકે. 

આ ખેલાડીની બગડી તબિયત 
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાને ઇજા પંહોચવાને કારણે તેઓ ટુર્નામેંટમાંથી બહાર થઈ ગયા છે અને તેમની જગ્યાએ અક્ષર પટેલને લેવામાં આવ્યા છે. આ ખબર વિશે બધા જાણે છે પણ હવે એવી ખબર સામે આવી રહી છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અવેશ ખાન પણ આ મહત્વપૂર્ણ મેચ પહેલા બીમાર થઈ ગયા છે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે ટીમને લઈને આ મોટું અપડેટ આપ્યું છે. રાહુલ દ્રવિડે કહ્યું હતું કે 'અવેશ ખાન થોડો બીમાર છે અને આશા છે કે અમે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં તેનો ઉપયોગ કરી શકીશું.'

પ્રેસ કોન્ફરન્સમાં કર્યો ખુલાસો 
એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી બે મેચ રમી છે. આ બંને મેચમાં અવેશ ખાન પ્લેઈંગ 11નો ભાગ હતા. ગઈ કાલે રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, 'આવેશની તબિયત ખરાબ છે અને એટલે એ આજે પ્રેક્ટિસ નથી કરી રહ્યો, આશા છે કે તે આવતીકાલે પાકિસ્તાન સામે મેચ રમી શકે. પણ જો શક્ય ન બન્યું તો પછીથી ટુર્નામેન્ટની બીજી મેચમાં ભાગ બનશે.

ટીમ ઈન્ડિયામાં ફક્ત 3 ફાસ્ટ બોલર
એશિયા કપ 2022 માટે ભારતીય ટીમની ટીમમાં માત્ર 3 ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો અવેશ ખાન મેચનો ભાગ નહીં બને તો ટીમ ઈન્ડિયાને બે ફાસ્ટ બોલરો સાથે પાકિસ્તાન સામે મેચમાં રમવું પડશે. એશિયા કપ 2022માં અવેશ ખાનના પ્રદર્શનની વાત કરીએ તો તેને આ બે મેચમાં માત્ર બે જ વિકેટ લીધી છે.

એશિયા કપ માટે બંને ટીમના પ્લેઇંગ 11 - 
ભારત :
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

પાકિસ્તાનઃ બાબર આઝમ, શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનૈન, હસન અલી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ