બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farms inundated due to torrential rains in Aravalli

નુકસાન / અરવલ્લીમાં વરસાદી તારાજી: મગફળી,કપાસ,મકાઈ સહિતનો પાક ધોવાયો, ખેતરમાં 2 ફૂટના ખાડા, સહાયની આશાએ તાત

Khyati

Last Updated: 01:27 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીમાં હાલ વરસાદી માહોલ નથી પરંતુ ગઇકાલે પડેલા ભારે વરસાદને પગલે ખેતરો પાણી પાણી થઇ ગયા છે.

  • અરવલ્લીમાં ભારે વરસાદે સર્જી તારાજી 
  • ખેતરોમાં ભરાયા પાણી
  • નદીઓના પાણી ફરી વળ્યા રોડ પણ ધોવાઇ ગયા 

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા તો બીજી તરફ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યુ.  ભારે વરસાદને કારણે ખેતરોમાં વ્યાપક નુકસાન થવા પામ્યુ છે. હાલ તો અરવલ્લીમાં વરસાદે વિરામ લીધો પરંતુ ગઇકાલે 4 ઇંચ વરસાદ થતા ખેતરો પાણી પાણી થયા હતા. ત્યારે આવો જાણીએ હાલમાં ક્યાં કેવી છે સ્થિતિ..

ખેતરો થયા પાણીમાં ગરકાવ

અરવલ્લીના  ભિલોડા તાલુકાના ખેતરોમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. નવા પાલ્લા,ટોરડા તેમજ કિશનગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.  મગફળી,કપાસ,મકાઈ સહીતના ખરીફ વાવેતરમાં પાણી ફેરવાતા ખેડૂતોએ માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે.  મહત્વનું છે કે  શામળાજી વિસ્તારમાં ગઈકાલ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. જે વાતને 24 કલાક થવા છતાં પણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 

ખેતરોમાં 2 ફૂટ ઊંડા ખાડા પડ્યા 

તો આ તરફ  ભિલોડાના ધુલેટા-ધંધાસણમાં ખેતરોમાં ભયંકર તારાજી સર્જાઇ છે.  ભારે વરસાદને કારણે નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ખેતરો ધોવાઇ ગયા છે. ખેતરોમાં બે-બે ફૂટના ખાડા પ઼ડી જવા પામ્યા છે. આટલુ ઓછુ હોય તેમ 300 મીટરનો આરસીસીનો રસ્તો પણ ધોવાઇ ગયો. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હોય તેમ નદીના પાણી ખેતરો- રસ્તા પર ફરી વળ્યા હતા. ખેડૂતોની એક જ માંગ છે કે નુકસાનીનો સરવે કરીને સત્વરે સહાય ચૂકવવામાં આવે. 


ક્યા પાકોને થયુ નુકસાન

  • વરિયાળી
  • મકાઇ
  • સોયાબીન
  • મગફળી
  • કપાસ
     

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ વરસાદ સામાન્ય આગાહી કરવામાં આવી છે. પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાનું શરૂ થતાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.

હવામાનના વરતારા

વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવાયું છે કે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ થશે. 24 કલાક બાદ સાર્વત્રિક ભારે વરસાદના સંકેત પણ આપવામાં આવ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત મેઘો ધમાકેદાર બેટિંગ કરી શકે છે.  વરસાદી સિસ્ટમ સક્રિય થતા 22 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદ જામશે. 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે.20 અને 21 ના રોજ  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરામાં મેઘરાજા બઘડાટી બોલાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ