કૃષિ કાયદા રદ કર્યા બાદ હવે મોદી સરકાર MSP પર નરમ વલણ અપનાવ્યું છે. સરકારે MSP પર ચર્ચા માટે કિસાન મોરચા પાસેથી 5 નામ મગાવ્યાં છે.
કૃષિ કાયદા રદ કર્યા બાદ હવે MSP પર નરમ વલણ અપનાવ્યું સરકારે
MSP પર વાતચીત માટે સરકાર તૈયાર
સંયુક્ત કિસાન મોરચા પાસેથી મંગાવ્યા 5 નામ
3 કૃષિ કાયદાની વાપસી પછી પણ ખેડૂત સંગઠનો દ્વારા કડક વલણ અપનાવ્યાં બાદ મોદી સરકાર હવે MSP કાયદા અંગે વાતચીત માટે તૈયાર થઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોરચા (SKM)ને આ મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે. તેને માટે કિસાન મોરચાને તેના 5 નેતાના નામ આપવાનું જણાવાયું છે.
4 ડિસેમ્બરે કિસાન મોરચો આંદોલન સમેટવાની જાહેરાત કરી તેવી સંભાવના
સરકારના પ્રસ્તાવ બાદ સોનિપત-કુંડલી બોર્ડર પર 32 ખેડૂત સંગઠનોએ બેઠક કરી. બેઠક બાદ ખેડૂત નેતા સતનામ સિંહે જણાવ્યું કે સરકારે બધી માગ માની લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર હવે 4 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચા આંદોલન વાપસીની જાહેરાત કરી શકે છે.
ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પરત લેવાનો નિર્દેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, મંત્રાલયે તમામ રાજ્યોના ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પરત લેવાનો નિર્દેશ આપ્યો છે.
ખેડૂત છાવણીમાં ખુશીનો માહોલ
એમએસપી પર વાતચીતની સરકારની દરખાસ્ત બાદ ખેડૂત છાવણીમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂત નેતા સતનામ સિંહે જણાવ્યું કે સરકારે બધી માગ માની લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર હવે 4 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચા આંદોલન વાપસીની જાહેરાત કરી શકે છે.