બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers locals started Movement RSPL Ghadi Company Kuranga Dwarka

વિવાદ / દ્વારકામાં ઘડી કંપની સામે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, મહિલાઓનું હૈયાફાટ રૂદન, જાણો વિરોધનું કારણ

Hiren

Last Updated: 05:16 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતો અને સ્થાનિકોએ આજે ઘડી કંપની સામેના ગેઇટ સામે ઉપવાસ આંદોલન શરૂ થયા છે.

  • દ્વારકામાં ઘડી કંપની સામે આંદોલન
  • આંદોલન દરમિયાન મહિલાઓનુ રુદન
  • રૂદન સાથે પોતાનિ સ્થિતિ વર્ણવી

દ્વારકાના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિક ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આજે વિશાળ સંખ્યામાં પહેલા દિવસે આંદોલનમાં મહિલાઓ સહિત ખેડૂતો અને બેરોજગારોએ આજે 1 આંદોલન શરૂ કર્યા હતા. ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવા તેમજ ખેડૂતોના ખેતરોમાં જાવા માટેના આંતરિક રસ્તા રાજમાર્ગ સહિતના મુદ્દે આજથી ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી.

આંદોલન દરમિયાન મહિલાઓનુ હૈયા ફાટ રુદન

આજે ઉપવાસ આંદોલનમાં મહિલાઓના આંખોમાં આંસુઓ સ્પષ્ટ ઈશારો કરતી હતી કે કંપનીએ સ્થાનિકો સાથે કેટલો અન્યાય કર્યો છે. RSPL ઘડી કંપની વિરૂદ્ધ સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે રોષ છે ત્યારે મહિલાઓ પણ મેદાનમાં આવી અને ઉપવાસ આંદોલનમાં જોડાઈ છે. રોજગારી, પ્રદૂષણ સહિતના મામલે સ્થાનિકો ઘડી કંપની વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. મહિલાઓએ રૂદન સાથે પોતાની સ્થિતિ વર્ણવી છે. કહ્યું કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. RSPL ઘડી કંપનીમાં કામ કરતા મજૂરો સાથે અન્યાય થઈ રહ્યો છે. 

ખેડૂતોને અનેક મુશ્કેલીઓ અને નુકસાન થતુ હોવાથી શરૂ થયું આંદોલન

RSPL ઘડી કંપનીની હદમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીન આવેલી છે, આ ખાનગી માલિકીની જમીનમાં જાવા માટેના આંતરિક રસ્તા બંધ હોઈ ખેતરે જવામાં ખેડૂતોને હાલાકી પડી રહી છે તેમજ આ ખેતરોમાં ઘડી કંપની દ્વારા પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રદુષિત પાણીના કારણે ખેતરો ખારા ઝેર બન્યા છે, ત્યારે સ્થાનિક બેરોજગાર લોકોને રોજગારી આપવામાં આવતી નથી. તેમજ સ્થાનિક રોજગાર જે લોકો મેળવે છે, તેઓને પૂરતો પગાર મળતો નથી એક સમાન કામનો એક સમાન વેતન મળતું નથી. સાથે જે મજૂરો કંપનીના કામ કરતા તેઓને કામ સમયે અકસ્માતમાં ઇજાઓ પહોંચી તેમને વળતર પણ મળતું નથી. કંપનીની દાદાગીરી સામે આજથી ખેડૂત તેમજ સ્થાનિકો સાથે મહિલાઓ પણ આજથી ઉપવાસ આંદોલન પર ઉતરી છે.

'ના ઇસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કંપની કા બહિષ્કાર કરે'ના નારા લાગ્યા

આજથી શરૂ થયેલા ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. સ્થાનિકોએ આજથી ના ઇસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કંપની કા બહિષ્કાર કરેના નારા સાથે આજથી દિગ્ગજ કંપની સામે ખેડૂતોએ આંદોલનના મંડાણ કર્યા છે. આજે મહિલાઓના આંખોમાં આંસુઓ સ્પષ્ટ ઈશારો કરતા હતા જે કંપની દ્વારા સ્થાનિકો સાથે કેટલી હદે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આવનારા સમયમાં કંપની વિરુદ્ધ તંત્ર રોજગારી તેમજ પ્રદુષણ સહિતના મામલે કેવા પગલા ભરે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે પ્રદુષણ મામલે અનેક રજુઆત કરવા છતાં કંપની વિરુદ્ધ કોઈજ પગલાં લેવાયા નથી ત્યારે હાલતો કંપની વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ