અમરેલીમાં છેલ્લા બે દિવસોથી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે તો વળી બપોરે આકરો તાપ પણ પડી રહ્યો છે
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો
વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ
બે દિવસથી પલટાયું છે વાતાવરણ
ઝાકળભર્યા વાતાવરણથી પાકને નુકસાનની ભીતિ.
ભર ઉનાળે શિયાળા જેવો વહેલી સવારે છવાયો માહોલ
એક તરફ રાજ્યભરમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે. તેમજ આગામી સમયમાં હજુ પણ ગરમીનો પારો વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગના સૂત્રો દ્વારા કરાઈ રહી છે. જેની વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે.
અમરેલીમાં બે દિવસથી ધુમ્મસભર્યુ વાતાવરણ
અમરેલીમાં છેલ્લા બે દિવસોથી વહેલી સવારે સમગ્ર જિલ્લામાં ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને લઈને સવારે વાહન ચાલકો ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે. તો વળી બીજી તરફ બપોર બાદ સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમીનો અહેસાસ વર્તાતા જિલ્લાવાસીઓ આકુળ વ્યાકુળ થઈ જવા પામે છે..
ઝાકળ છવાતા ખેડૂતોની વધી ચિંતા
આમ અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસો ધુમ્મસ ભર્યુ વાતાવરણ રહેતાં જગતનો તાત ચિંતાતુર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને પંથકમાં છેલ્લા બે દિવસથી ધુમ્મસભર્યા વાતાવરણના અને ઝાકળ વર્ષાના કારણે ઉનાળાના પાકને ભારે નુક્સાની ભીતિ સેવાઈ રહી છે.