farmers are going to get the eleventh installment of pm kisan yojna
PM કિસાન યોજના /
PM કિસાન યોજનાની યાદીમાં તમારું નામ છે કે નહીં? ફટાફટ આ રીતે કરો ચૅક, રજિસ્ટ્રેશન કરવું હોય તો પણ જાણી લો પ્રોસેસ
Team VTV10:21 AM, 21 Mar 22
| Updated: 10:25 AM, 21 Mar 22
PM કિસાન યોજના હેઠળ ટૂંક સમયમાં સરકાર ખેડૂતોનાં ખાતામાં 11મુ ઇન્સ્ટોલમેંટ જાહેર કરવા જઈ રહી છે. જાણો આ માટે રજિસ્ટ્રેશન અને તમારા નામની યાદી ચેક કરવા માટેની સમગ્ર પ્રોસેસ
PM કિસાન યોજના હેઠળ કેંદ્ર સરકાર ખેડૂતોને 10 ઇન્સ્ટોલમેંટ જાહેર કરી ચુકી છે
ટૂંક સમયમાં 11મુ ઇન્સ્ટોલમેંટ થશે જાહેર
જાણો આ બાબતે રજિસ્ટ્રેશન અને તમારા નામની યાદી ચેક કરવાની પ્રોસેસ
PM કિસાન યોજના હેઠળ 11મુ ઇન્સ્ટોલમેંટ થશે જાહેર
PM કિસાન યોજના હેઠળ કેંદ્ર સરકાર લાભાર્થી ખેડૂતોને 10 ઇન્સ્ટોલમેંટ જાહેર કરી ચુકી છે. ટૂંક સમયમાં જ આ યોજનાનું 11મુ ઇન્સ્ટોલમેંટ લાભાર્થી ખેડૂતોનાં ખાતામાં ટ્રાંસફર કરવામાં આવશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ સરકાર દર ચાર મહિનામાં 2,000 રૂપિયાનાં ત્રણ સમાન હપ્તા લાભાર્થીઓનાં ખાતામાં ટ્રાંસફર કરે છે. આ પ્રકારે પાત્ર ભૂમીધારક ખેડૂત પરિવારોને પ્રતિ વર્ષ 6,000 રૂપિયાનો લાભ મળે છે. જો તમાર આ ખાતામાં આ યોજનાનો 10મો હપ્તો હજુ સુધી આવ્યો નથી, તો તમે હેલ્પલાઈનનાં માધ્યમથી પોતાની ફરિયાદ નોંધાવી શકો છો. જ્યારે, 11મો હપ્તો પ્રાપ્ત કરવા માટે તમારે KYC અપડેટ કરાવવું પડશે. તમે ઘરે બેઠા યોજનાનાં લાભાર્થીઓની લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકો છો. આમ કરવાથી તમને જાણકારી મળશે કે તમારું નામ લિસ્ટનાં છે કે નહી. આવો જાણીએ આ સમગ્ર પ્રોસેસ.
આ પ્રકારે ચેક કરો લિસ્ટમાં તમારું નામ
સ્ટેપ 1: સૌથી પહેલા PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઈટ ખુલ્યા બાદ મેન્યૂ બારમાં જુઓ અને 'ફાર્મર કોર્નર' પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે લાભાર્થી સૂચી/બેનીફીશીયરી લિસ્ટ ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહી પોતાના રાજય, જીલ્લા, ઉપજીલ્લા, બ્લોક અને ગામની જાણકારી દાખલ કરો.
સ્ટેપ 5: હવે તમારે 'Get Report' પર ક્લિક કરવું પડશે. ત્યાર બાદ તમને પોતાની જાણકારી મળી જશે.
રજિસ્ટ્રેશનની પ્રોસેસ
સ્ટેપ 1: સૌથી પહેલા https://pmkisan.gov.in/ પર જાઓ અને 'ફાર્મર કોર્નર' પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે ‘New Farmer Registration’ ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે પોતાનો નંબર દાખલ કરો.
સ્ટેપ 4: હવે કેપ્ચા કોડ ભરીને પોતાના રાજ્યને પસંદ કરો.
સ્ટેપ 5: હવે તમને એક ફોર્મ જોવા મળશે. અહી તમને પૂછવામાં આવેલ જાણકારી દાખલ કરવી પડશે.
સ્ટેપ 6: પોતાનાં બેંક ખાતા સાથે જોડાયેલી જાણકારી દાખલ કરો.
સ્ટેપ 7: હવે સબમિટ પર ક્લિક કરો. આ સાથે જ તમારું આવેદન દાખલ થઇ જશે.