બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Farmers angry over wheat export ban, Letter from South Gujarat farmers to PM Narendra Modi

નારાજગી / ઘઉંના નિકાસ પર પ્રતિબંધથી ખેડૂત સમાજ નારાજ, PM મોદીને પત્ર લખી ઠાલવી વ્યથા

Vishnu

Last Updated: 06:19 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે આગામી દિવસોમાં ઘઉંની કિંમતોમાં ઘટાડો આવશે.

  • ઘઉં નિકાસ પ્રતિબંધથી ખેડૂતો નારાજ
  • દ.ગુજરાતના ખેડૂતોનો PMને પત્ર
  • ઘઉં નિકાસ પ્રતિબંધ પરત લેવા માંગ

વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો માટે એક સારા સમાચાર છે.  સરકારે ઘઉંના સ્ટોક અને તેના ભાવને લઈને મોટો નિર્ણય લીધો છે. ઘઉંની નિકાસ પર કેન્દ્રના પ્રતિબંધ બાદ એક અઠવાડિયામાં ભારતમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે. હાલમાં મણ દીઠ 550-600 રુપિયાના ભાવે ઘઉં વેચાઈ રહ્યાં છે જે આગામી અઠવાડિયમાં ઘટીને 450 રુપિયાની આજુબાજુ આવી શકે છે. 

દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે PM મોદીને પત્ર લખ્યો
તો આ તરફ ઘઉંની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂત સમાજ નારાજ દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજે PM મોદીને પત્ર લખ્યો છે જેમાં ઘઉંના નિકાસનો પ્રતિબંધ પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે. કારણ કે ઘઉંના નિકાસ પ્રતિબંધથી ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘઉંનો MSP ક્વિન્ટલ દીઠ 3000 રૂપિયા કરવાની માંગ છે તેમજ ડીઝલ પર 50 ટકા સબસિડી આપવા અને ખેત વપરાશના સાધનો પર GST નાબૂદ કરવાની માંગ પણ સાથોસાથ રાખવામાં આવી છે.

એક સપ્તાહમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે
કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ  પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, એક સપ્તાહમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે. ઘઉં સસ્તા થવાથી લોટના ભાવ પણ ઘટશે. સુધાંશુ પાંડેએ એવી પણ માહિતી આપી હતી કે, દેશમાં ઘઉંનો જથ્થો જળવાઈ રહે તે માટે ઘઉંની નિકાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને કોઈ પણ સંજોગોમાં ઘઉંનો સ્ટોક ઘટશે નહીં.ખાદ્ય તેલ સસ્તુ થવા લાગ્યું છે. ટૂંક સમયમાં જ ઇન્ડોનેશિયા તેની સમીક્ષા કરશે, ત્યારબાદ તેલની કિંમતમાં વધુ ઘટાડો થશે. વાસ્તવમાં ઇન્ડોનેશિયામાં વિશ્વમાં સૌથી વધુ પામ ઓઇલ છે. પરંતુ આ સમયે ઇન્ડોનેશિયાએ તેલની નિકાસ બંધ કરી દીધી છે. જોકે ઇન્ડોનેશિયા આટલું પામ ઓઇલનો વપરાશ કરવામાં અસમર્થ છે, પરંતુ તે ચોક્કસપણે પામ ઓઇલની નિકાસ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ