વિરોધ / 3 કલાકની મીટિંગ બાદ કોઈ નિર્ણય નહીં, ખેડૂત નેતાએ કહ્યું આંદોલન ચાલુ રહેશે, ગુરુવારે ફરી બેઠક

farmer protest farm bill 2020

ખેડૂત કાયદાને લઇને પંજાબના ખેડૂતો રાજધાની દિલ્હીના આંગણે પહોંચ્યા છે અને સરકારને આ કાયદો પાછો ખેંચવા માટે અપીલ કરી રહ્યા છે. જો આ કાયદો હટાવવાની સાથે જ કેટલીક અન્ય માગો પણ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર આજે ખેડૂતોના નેતા સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્ર સરકારના કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલા વિકલ્પ સાંભળીને પછી નિર્ણય કરીશું. તો આંદોલનને લઇને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું. બેઠક દરમિયાન ખેડૂત નેતાઓને સરકારે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.આ સાથે જ એક સમિતિ બનાવવાની વાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી જેને ખેડૂતોએ ફગાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ