farmer meeting with amit shah government proposal farm law amendments
પ્રદર્શન /
કૃષિ કાયદો પાછો ન લેનારી સરકાર, 3 મોટા સંશોધન પર થઈ રાજી, જાણો ક્યાં અટકી છે વાત
Team VTV11:37 AM, 09 Dec 20
| Updated: 11:46 AM, 09 Dec 20
ખેડૂત કાયદાની વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર ઘરણા કરી છેલ્લા 2 અઠવાડિયીથી બેઠા છે. મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં રાજકિય દળોએ સમર્થન પર આવ્યું હતુ. પરંતુ સાંજ થતા થતાં તસ્વીરો બદલાતી જોવા મળી હતી. ખેડૂત નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી હતી. અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ખેડૂતોએ માંગ પર વાત કરી હતી અને સરકારે એ સ્પષ્ટ કર્યું કે કૃષિ કાયદો પાછો નહીં લેવાય. પરંતુ સરકારે કાયદામાં કેટલાક સંશોધન કરવા માટે તૈયારી દર્શાવતી જોવા મળી રહી છે.
ખેડૂતોને કાયદાની શબ્દાવલી સામે પણ વાંધો છે
ખેડૂતોને ભરોસો જોઈએ છે કે MSP ખતમ નહીં થાય.
ખેડૂતોની માંગ હતી કે મંડી સિસ્ટમ ખતમ ન થાય
અમિત શાહ અને ખેડૂત નેતાઓની બેઠકમાં શુ થયુ?
દિલ્હી સ્થિત ICARના ગેસ્ટ હાઉસમાં ગૃહમંત્રી અમિત શાહ અને 13 ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ મુલાકાત કૃષિ કાયદાઓને લઇને થઇ હતી. આ બેઠકમાં 2 કલાક વાતચીત ચાલી હતી. જોકે બેઠક દરમિયાન એક ખેડૂત નેતા રૂલદૂ સિંહ માનસા નારાજ થઇને પરત ફરી ગયા હતા. બાદમાં 12 ખેડૂત નેતાઓ સાથે અમિત શાહે ચર્ચા કરી હતી. તો ખેડૂત સંગઠન BKU (Ugrahan)ને કહ્યું કે, ગૃહમંત્રીની સાથે આ પ્રકારની અનૌપચારિક વાતચીતને ટાળવી જોઇતી હતી. ઉલ્લેખનીય છે કે મોડી રાત સુધી ચાલેલી બેઠક બાદ બહાર આવેલા ખેડૂતો સંપૂર્ણ રીતે સંતુષ્ટ નહોંતા દેખાઈ રહ્યા.
ખેડૂત નેતાઓના જણાવ્યાનુંસાર સરકાર કૃષિ કાયદાને પાછો લેવાથી ઈન્કાર કરી રહી છે અને સંશોધનની સાથે લેખિત પ્રસ્તાવ આપવાની વાત કરી છે. બુધવારે સરકાર પ્રસ્તાવ આવશે. જેના પર ખેડૂતો મંથન કરશે.
કયા સંશોધન પર માની રહી છે સરકાર
ખેડૂતો તરફથી કૃષિ કાયદામાં અનેક ખામીઓ ગણાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ તમામ કાયદા પાછા લેવામાં આવે. જો કે સરકારે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે તે કાયદા પાછા નહીં લે. તેવામાં ખેડૂતોની કેટલીક ચિંતાઓ દુર કરવાનો પ્રયાસ કર્યો છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કાયદામાં તમામ ખેડૂતોની પાસે કોર્ટમાં જવાનો અધિકાર નથી. તેવામાં સરકાર તેમાં સંશોધન કરી કોર્ટમાં જવાનો અધિકાર આપી શકે છે.
પ્રાઈવેટ પ્લેયર પોતાના પેન કાર્ડની મદદથી કામ કરી શકે છે. પરંતુ ખેડૂતોએ રજિસ્ટ્રેશનની વ્યવસ્થાની વાત કરી છે. સરકાર તેન માની શકે છે.
આ ઉપરાંત પ્લેયર્સ પર કેટલાક ટેક્સની વાત પણ સરકાર માની શકે છે.
ખેડૂત નેતાઓના જણાવ્યાનુંસાર અમિત શાહ સામે એમએસપી સિસ્ટમ અને મંડી સિસ્ટમમાં ખેડૂતોની સવલત મુજબ કેટલાક ફેરફારની વાત કરી છે.
કઈ બાબતો પર ખેડૂતોને હતી સમસ્યા
ખેડૂત નેતા હનન મુલ્લાના જણાવ્યાનુંસાર સરકારે કહ્યું કે કાયદાને પાછો નહીં લેવામાં આવે પરંતુ કેટલાક સંશોધન થઈ શકે છે. હકિકતમાં ખેડૂતો નેતાઓનો તર્ક છે કે જો કાયદામાં સંશોધન થાય છે તો તેની રુપરેખા બદલાઈ જશે. તે બીજા કોઈ સ્ટેક હોલ્ડરને ખોટી રીતે અસર કરી શકે છે.
ખેડૂતોને કાયદાની શબ્દાવલી સામે પણ વાંધો છે
ખેડૂતોએ સરકારની સાથે ગત અનેક વાર વાતચીત કરી તેમા રહેલી ખામીઓ જણાવી છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે જે કાયદામાં આટલા બધા ફેરફારની જરુર હોય. દરેક કાયદામાં લગભદ 8થી 10 ભૂલો હોય તો તેનું મહત્વ શું રહી જાય. ખેડૂતોને કાયદાની શબ્દાવલી સામે પણ વાંધો છે. જે ખેડૂતો માટે મુશ્કેલી પેદા કરી શકે છે.
મંડી સિસ્ટમ ખતમ નહીં થાય
ખેડૂતો તરફથી સરકારને પહેલા પણ કહેવામાં આવ્યું છે કે સરકાર એમએસપીને કાયદાનો ભાગ બનાવે. જો કે સરકાર આ વાતનો ભરોસો આપી રહી છે કે MSP ખતમ નહીં થાય. આ ઉપરાંત ખેડૂતોની માંગ હતી કે મંડી સિસ્ટમ ખતમ નહીં થાય, કેમ કે મંડીઓમાં રહેલા સાથે જે રીતે કામકાજ થાય છે તે રીતે ખેડૂતોનું કોઈ કંપનીઓ સાથે કામ નહીં થઈ શકે.