Farmer committed suicide in mahisagar khanpur taluka panchayat office
આત્મહત્યા /
મહીસાગર: એવું તે શું દુખ પડ્યું કે ખેડૂતે પંચાયતની કચેરીમાં ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું?
Team VTV09:16 AM, 03 Jan 21
| Updated: 09:17 AM, 03 Jan 21
દિલ્હીમાં 39 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને રોજના કેટલાય ખેડૂતો આપઘાત કરીને મરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક હ્રદયદ્વાવક કિસ્સો સામે આવ્યો છે.
તાલુકા પંચાયત કચેરીમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
વાંદરવેડ ગામના બળવંતસિંહ ચારણ નામના ખેડૂતે કર્યો આપઘાત
આત્મહત્યાનું રહસ્ય અકબંધ
ગુજરાતના ખેડૂતો દ્વારા ખુલીને નવા કૃષિ કાયદાનો વિરોધ ન કરાયો હોવાની વાત ખુદ ખેડૂતો દ્વારા જ ક્યારેક ક્યારેક સામે આવી રહી છે ત્યારે મહિસાગરથી ખુબ ખરાબ સમાચાર આવ્યા છે. જગતના તાતને એવી તે શું મુસિબત આવી કે તેણે આવું પગલું ભર્યુ તે હજુ સુધી તેનો પરિવાર કે અન્ય કોઈ જણાવી શક્યા નથી.
તાલુકાની કચેરીમાં જ આપઘાત
મહીસાગરના ખાનપુર તાલુકા પંચાયત કચેરીમાં એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. કચેરીમાં જ ખેડૂતે ગળેફાંસો ખાતા ચકચાર મચી ગઈ હતી. જો કે ખેડૂતે આપઘાત કેમ કર્યો તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.
પરિવાર શોક મગ્ન
વાંદરવેડ ગામના બળવંતસિંહ ચારણ નામના ખેડૂતે તાલુકા પંચાયત કચેરીમાં ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યુ છે. આ ઘટનાને પગલે બળવંત સિહના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા અને આક્રંદ કરતા જોવા મળ્યા હતા. બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી