farm laws actress kangana ranaut remembering indira gandhi in facebook post
વખાણ /
એ સ્ત્રીને ન ભૂલતાં જેણે જીવનાં જોખમે તેઓને મચ્છરની જેમ કચડી નાખેલા, ઇન્દિરા ગાંધી વિષે કંગનાએ શા માટે કહ્યું આવું
Team VTV03:00 PM, 20 Nov 21
| Updated: 03:01 PM, 20 Nov 21
બોલીવુડ અભિનેત્રી અને હંમેશા બેબાકપણે પોતાની વાતો મુકનારી કંગના રનોતે ગઈકાલે કૃષિ કાયદા પરત ખેંચ્યાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને દુ:ખદ અને શરમજનક ગણાવ્યો હતો.
કંગના રનોતે હવે ઈન્દિરા ગાંધીના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને શરમજનક ગણાવ્યો
ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાની આતંકવાદીઓને દબાવી દીધા હતા
કંગનાએ ફેસબુક પોસ્ટમાં શું કહ્યું છે?
કંગનાએ હવે દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને યાદ કરીને તેમના વખાણ કર્યા છે. કંગનાએ કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ભલે આજે સરકારનો હાથ મરોડી રહ્યાં હોય. પરંતુ એક મહિલાને ભૂલી ના શકાય. એકમાત્ર મહિલા વડાપ્રધાને આ બધાને પોતાના પગ નીચે દબાવી દીધા હતા. કંગનાએ પોતાની ફેસબુક પોસ્ટમાં ઈન્દિરા ગાંધીની તસ્વીર શેર કરી લખ્યું, ખાલિસ્તાની આતંકવાદી ભલે આજે સરકારનો હાથ મરોડી રહ્યાં હોય. પરંતુ એક મહિલાને ના ભૂલવી જોઈએ.. એકમાત્ર મહિલા વડાપ્રધાને આ બધાને પોતાના પગ નીચે દબાવી દીધા હતા.. ઈન્દિરા ગાંધીએ પોતાના જીવની બાજી લગાવીને ખાલિસ્તાની આતંકવાદીઓને મચ્છરોની જેમ કચડી નાખ્યા હતા. પરંતુ દેશનું વિભાજન થવા દીધુ ન હતુ. તેમના મોતના દાયકા બાદ પણ આજે તેમના નામથી આ બધાને ધ્રુજારી ઉપડે છે. આવા લોકોને આવા જ ગુરૂ જોઈએ.
કંગનાએ દેશને ગણાવ્યો જેહાદી રાષ્ટ્ર!
મહત્વનું છે કે, ગઈકાલે કૃષિ કાયદા પરત ખેંચતા ભડકેલી કંગનાએ કહ્યું હતુ, જો સંસદમાં બનેલી સરકારના બદલે રસ્તા પર લોકોએ કાયદો બનાવવાનું શરૂ કરી દીધુ તો આ એક જેહાદી રાષ્ટ્ર છે. જે લોકો આવુ ઈચ્છતા હતા એવા બધા લોકોને અભિનંદન.
વડાપ્રધાને કૃષિ કાયદાને પરત લેવાની કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોના એક સમુહના વિરોધ બાદ 2020માં પસાર થયેલા ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે.