બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / family of Piluda village of Banaskantha Tharad committed suicide in the canal

આપઘાત નથી રસ્તો! / પીલૂડા ગામના પતિ-પત્નીએ 2 બાળકો સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ, આપઘાતનું કારણ અકબંધ

Last Updated: 10:33 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીલૂડાં ગામના પરિવારે એકસાથે લગાવી કેનાલમાં પડી કર્યો આપઘાત, કેનાલમાંથી મહિલા અને બાળકીનો મૃતદેહ મળી આવ્યો

  • થરાદની કેનાલમાં પરિવારનો આપઘાત
  • પતિ-પત્ની સહિત 2 બાળકોનો આપઘાત
  • મહિલા,બાળકીનો મૃતદેહ મળી આવ્યો

ગુજરાતમાં સામુહિક આપઘાતની ઘટનાઓમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાઠાના થરાદમાં વધુ એક વખત કેનાલમાં ઝંપલાવી એક પરિવારએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

પતિ-પત્ની સહિત 2 બાળકોનો અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું
ઉત્તર ગુજરાતમાં આવેલી નર્મદા કેનાલમાં અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે. થરાદમાં પીલૂડાં ગામના પરિવારે એકસાથે મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. ત્યાં હાજર રાહદારીઓના જણાવ્યા અનુસાર પતિ-પત્ની સહિત 2 બાળકો એક બાઇક પર આવ્યા હતા. કેનાલ પર બાઈક ઊભું કરી અચાનક ચારેય લોકો કેનાલમાં કુંદી ગયા હતા. દૂરથી આ ઘટનાને જોઇ ગયેલા રાહદારીએ તાત્કાલિકના ધોરણે પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. પોલીસ ફાયર ટીમને જાણ કરી ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારેય લોકોની શોધખોળ શરૂ કરી હતી. 

સ્થાનિક તરવૈયાની લેવાઈ મદદ
કેનાલમાં ચાર લાકોએ ઝંપલાવ્યું હોવાની વાત વાયુ વેગે પ્રસરતા પીલૂડાં ગામની આસપાસના સ્થાનિક લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. નગરપાલિકાના તરવૈયાઓને ચાર લોકોને શોધવા કેનાલની અંદર ઘટના સ્થળથી થોડે દૂર જાળ બિછાવી હતી અને સતત પાણીમાં ગોતા લગાવ્યા હતા.

2 મૃતદેહ મળ્યા 2 બાકી
થરાદ ફાયર ફાઇટર અને સ્થાનિકોએ નગરપાલિકાના તરવૈયાની મદદથી કેનાલમાં પરિવારની શોધખોળ શરૂ કરી છે. જેમાં 3 કલાકની ભારે જહેમત બાદ કેનાલમાંથી મહિલા અને બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, અને તંત્ર દ્વારા પતિ અને દીકરાના મૃતદેહની શોધખોળ કરાઇ હતી મોડી સાંજે તે બંનેના પણ મૃતદેહ મળી આવ્યા હતા. ક્યા કારણોસર આ પરિવારે કેનાલમાં છલાંગ લગાવી તેનું કારણ હજુ પણ અકબંધ છે.

  • મૃતકોના નામ
  • કાળુભાઇ પંડ્યા    વર્ષ 30 
  • ગીતાબેન    વર્ષ 25
  • અવની    વર્ષ 4
  • ભવ્યતા     વર્ષ 2

આ કેનાલમાં ગઇકાલે સાંજે એક જ પરિવારના નાહવા પડેલા ત્રણ ભાઈઓ પૈકી બે ભાઈઓના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા જે ભારે જહેમત બાદ આજે વહેલી સવારે આ બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે ફરી એકવાર એક જ પરિવારના ચાર સભ્યોએ કેનાલમાં મોતની છલાંગ લગાવતા થરાદ પંથકમાં  અરેરાટી ફેલાઈ ગઈ હતી 

 


 

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Canal Piluda village Suicide Tharad આત્મહત્યા આપઘાત કેનાલ થરાદ પરિવાર પીલૂડાં ગામ બનાસકાંઠા સામુહિક આપઘાત Suicide
Vishnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ