બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Fact-finding committee to find out the reasons for the defeat of the Congress in Gujarat

ગાંધીનગર / કોંગ્રેસ શોધી રહી છે કારમી હારના કારણો, ધારાસભ્યોએ રજૂ કર્યો સ્પષ્ટ 'મત', ભાજપ કે AAP પર ન ધોયા હાથ

Dinesh

Last Updated: 12:01 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સત્ય શોધક કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

  • કોંગ્રેસના હારના કારણો શોધવા સત્યશોધક કમિટીના ગુજરાતમાં ધામા
  • ખુદ કોંગ્રેસના ધારાસભ્યોનું પણ પક્ષ સામે જ મૌન તોડાવી નાખ્યું
  • કોંગ્રસને ઊંઘમાંથી જાગીને ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવી પડી

જે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી 50થી વધુ બેઠકો પર જીત મેળવતી હતી. જે કોંગ્રેસ 2017માં 80 બેઠકો સુધી પહોંચી ગઈ હતી. તે કોંગ્રેસ આ વખતે  માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે. અગાઉથી જ ગુજરાતમાં વનવાસ ભોગવતી કોંગ્રેસ આ વખતે રાજકીય અંધકાર વચ્ચે ઘેરાઈ ગઈ છે ત્યારે નારાજ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસની હારના કારણો શોધવા સત્યશોધક કમિટી ગુજરાત મોકલી છે. આ કમિટી  સામે કોંગ્રેસના જ સભ્યો હાર માટે કેવા રજૂ કરી રહ્યા છે.

કોંગ્રેસના હારના કારણો શોધવા સત્યશોધક કમિટીના ગુજરાતમાં ધામા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાંખીને કોંગ્રેસને સાવ હાંસિયામાં ઘકેલી નાખી છે. ભાજપે આ વખતે 157 બેઠકો જીતીને એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. ત્યારે ખુદ કોંગ્રેસે આ વખતના પરાજયને સૌથી ખરાબ પરાજય ગણાવ્યો છે, આમ, વનવાસમાં ઘકેલાઈ ગયેલી કોંગ્રેસ હવે જાણે રાજકીય અંધકારમાં ફસાઈ ગઈ છે. ત્યારે હવે નારાજ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના હારના કારણો શોધવા એક સત્યશોધક કમિટીને ગુજરાત મોકલ્યા છે. હાલ સત્યશોધક કમિટીના ચેરમેન એવા નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાનીની સમિતિ છેલ્લાં બે દિવસથી ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. તેઓ રાજીવગાંધી ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મુલાકાત યોજીને હારના કારણો શોધી રહ્યા છે. આ કમિટી સમગ્ર કોંગ્રેસના ધારાસભ્યોએ હારના કારણો અંગે જે રજૂઆત કરી તે કારણો તેમણે મીડિયા સામે દર્શાવ્યા જે કંઈક આવા હતા.

હાર માટે પોતાની નીતિઓને પણ  જવાબદાર ગણાવી
આપને જાણ છે કે,  છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી. આ 3 દાયકામાં અનેક ચૂંટણીઓ આવી પરંતુ કોંગ્રેસ એકેય ચૂંટણી જીતી શકી નથી. રાજ્યમાં 1985 બાદથી કોંગ્રેસ વનવાસ ભોગવી રહી છે. પરંતુ આ વખતના પરાજયે તો ખુદ કોંગ્રેસના ધારાસભ્યોનું પણ પક્ષ સામે જ મૌન તોડાવી નાખ્યું છે. હવે કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાની હાર માટે માત્ર ભાજપ કે અન્ય પાર્ટીને જ નહીં પરંતુ પોતાની નીતિઓને પણ જવાબદાર ગણાવી રહ્યા છે.

કોંગ્રેસ પહેલીવાર હાંસિયામાં ધકેલાઈ ગઈ?
એક સમયે દબદબો ધરાવતી અને 2002થી સતત પ્લસ થતી કોંગ્રેસ પહેલીવાર હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ત્યારે હાઈકમાન્ડે ઊંઘમાંથી સફાળા જાગીને ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવી પડી છે. જો કે, કોંગ્રેસનો એક વર્ગ સમિતી રચનાના નાટકો બંધ કરવાના બદલે નક્કર કામ કરવાની તરફેણ કરી રહ્યો છે. કારણ કે, કમિટીઓ કોઈ પરિણામ સુધી પહોંચતી નથી તેવો ભૂતકાળનો અનુભવ છે. આપને જણાવી દઈએ કે, ભૂતકાળમાં 1998માં પણ 11 સભ્યોની સમિતિ બનાવાઈ હતી. 
એન્ટનીના પ્રમુખસ્થાને કમિટી બની હતી. પણ તેનો અહેવાલ કદી જાહેર કરાયો ન હતો. 1999માં લોકસભામાં હાર પછી સોનિયા ગાંધીએ  સમિતિ બનાવી હતી. એન્ટનીને 2014 અને 2019ની લોકસભા હાર બાદ  કારણ શોધવાની જવાબદારી સોંપાઈ હતી, એ કમિટી ચોક્કસ તારણ સુધી પહોંચી ન હતી. 2021માં અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની હાર બાદ પણ સમિતિ બનાવવામાં આવી હતી. ઘણી સમિતીઓની રચના કરી હોવા છતાં કોંગ્રેસની હારનો ક્રમ યથાવત છે. આથી આમ નાગરીકોને લાગે છે કે આવી સમિતિઓથી કોઈ અર્થ સરતો નથી. જો કે, તેમ છતાં કોંગ્રેસના પદનામિત વિપક્ષ નેતા અમિત ચાવડા હારના કારણો શોધીને આગળની રણનીતિ ઘડવાનું વિચારી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ