કેન્દ્ર સરકારે દેશના સાત એરપોર્ટ પર ફેસિયલ રેકગ્નિશનની સુવિધા શરુ કરી છે જેને કારણે હવાઈ પ્રવાસીઓ એકદમ આસાનીથી એરપોર્ટમાં પ્રવેશી શકશે.
એરપોર્ટ પર શરુ થઈ ફેસિયલ રેકગ્નિશનની સુવિધા
કાગળો દેખાડ્યાં વગર થઈ શકાશે ચેક ઈન
શરુઆતમા સાત એરપોર્ટ પર શરુ થશે
ત્યાર બાદ દેશમાં લાગુ પાડવામાં આવશે
હાલમાં એરપોર્ટ પર પ્રવાસીઓની અનેક પ્રકારે તપાસ થાય છે અને તેમાં તેમનો ઘણો બધો સમય જતો રહેતો હોય છે અને ભીડ પણ થતી હોય છે આવી સ્થિતિ નિવારવા માટે કેન્દ્ર સરકારે એરપોર્ટ પર ડિજિ યાત્રા નામની એક વ્યવસ્થા શરૂ કરી રહ્યું છે. પહેલા તબક્કામાં દેશના સાત મોટા એરપોર્ટ પર ડિજિ યાત્રાની સુવિધા શરુ થઈ ચૂકી છે ત્યાર બાદ તેને આખા દેશમાં લાગુ પાડી દેવામાં આવશે.
ડિજિ યાત્રા નામની નવી સુવિધા
ભારતે ગુરુવારથી ડિજિ યાત્રા નામની એક વ્યવસ્થા શરૂ કરી છે તે ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (એફઆરટી) છે. ભારતના 7 એરપોર્ટ પર ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી રજૂ કરવામાં આવી રહી છે. આના દ્વારા મુસાફરો એરપોર્ટ પર સરળતાથી અવરજવર કરી શકશે. હવાઈ મુસાફરોને પેપરલેસ એન્ટ્રીની સુવિધા આપતી સિસ્ટમ 'ડિજિયાત્રા'ને ગુરુવારે દિલ્હી, બેંગલુરુ અને વારાણસીના એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી હતી. આ સિસ્ટમમાં મુસાફરોનો ચહેરો તેમની ઓળખનું કામ કરશે.
'ડિજિયાત્રા' એપ પર રજિસ્ટ્રેશન
આ સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ 'ડિજિયાત્રા' એપ પર રજિસ્ટ્રેશન કરાવીને પોતાની વિગતો આપવાની રહેશે. આમાં આધાર દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે અને પેસેન્જરે તેની તસવીર પણ લેવાની રહેશે. ડિજિયાત્રા' એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એરપોર્ટના ઇ-ગેટ પર પેસેન્જરે પહેલા બાર કોડેડ બોર્ડિંગ પાસને સ્કેન કરવાનો રહેશે અને ત્યારબાદ ત્યાં લગાવવામાં આવેલી 'ફેસ રેકગ્નિશન' સિસ્ટમથી પેસેન્જરની ઓળખ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટની ચકાસણી થશે. આ પ્રક્રિયા બાદ યાત્રી ઈ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે.