બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Exposing the crime of making foreigners citizens of the country

અમદાવાદ / રૂપિયા આપો, આધાર કાર્ડ, પાસપોર્ટ પણ બની જશે! બાંગ્લાદેશીઓ બની ગયા અમદાવાદી

Kiran

Last Updated: 03:21 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક પરપ્રાંતીય અને બીજા દેશના નાગ‌િરકો બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદી બનીને વોટ આપવાના હકદાર બની ગયા

  • બાંગ્લાદેશીઓ બની ગયા અમદાવાદી
  • પરપ્રાંતીયોને દેશના નાગરિક બનાવવાનો ગુનાનો પર્દાફાશ
  • બેન્ક એકાઉન્ટ ખોલાવીને લોન ઉપર વાહનો પણ વસાવ્યાં 

રૂપિયાનો ખેલઃ ડુપ્લિકેટ આધાર, વોટર આઈડી-પાસપોર્ટ બની જશે ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ બોગસ ઇલેક્શનકાર્ડ બનાવીને ‘અમદાવાદી’ બની ગયાઃ સમગ્ર ઘટનાનો આવી રીતે થયો પર્દાફાશ

પરપ્રાંતીયોને દેશના નાગરિક બનાવવાનો ગુનાનો પર્દાફાશ

શહેરમાં ઓળખના બોગસ પુરાવા ઊભા કરવાનો કાંડ આજકાલનો નહીં, પરંતુ વર્ષોથી ચાલી રહ્યો છે, જેમાં કેટલાક પરપ્રાંતીય અને બીજા દેશના નાગ‌િરકો બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદી બનીને વોટ આપવાના હકદાર બની ગયા છે. પાંચ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા ખર્ચતાં એજન્ટ અમદાવાદમાં ઇલેક્શનકાર્ડ, આધારકાર્ડ, સ્કૂલ ‌લ‌િવંગ સ‌િર્ટ‌િફકેટ તેમજ પાસપોર્ટ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપે છે, જે આવનારા દિવસોમાં ખતરાની ઘંટડી સમાન સા‌બિત થાય તેવી શક્યતા છે. ક્રાઇમ બ્રાંચે ઝડપેલો યુપીનો ખતરનાક ગેંગસ્ટર અને શાર્પશૂટર મનીષસિંગ અમદાવાદમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે, જ્યારે વસ્ત્રાપુર પોલીસે નોંધેલી એક ચી‌ટિંગની ફરિયાદમાં આરોપી યશ વૈદ્ય પાસે પણ ત્રણ અલગ અલગ નામના પાસપોર્ટ હોવાનું સામે આવ્યું છે. 

બાંગ્લાદેશીઓ બની ગયા અમદાવાદી

ચંડોળા તળાવ જ્યાં અવારનવાર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ રેડ કરીને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડે છે. એસઓજીની ટીમે અનેક વખત બાંગ્લાદેશીઓ કે જે અમદાવાદના નાગ‌િરક હોવાના પુરાવા ઊભા કરે તે પહેલાં ઝડપી પાડ્યા છે. કહેવામાં આવે છે કે ચંડોળા તળાવ પાસે રહેતા કેટલાક રહીશો મૂળ બાંગ્લાદેશના છે અને તેઓ એજન્ટ મારફતે ઇલેક્શનકાર્ડ તેમજ અન્ય ઓળખના પુરાવા ઊભા કરીને અમદાવાદી બની ગયા છે, જેનો પહેલાં પર્દાફાશ થઇ ચૂક્યો છે. આ સિવાય પણ શહેરના કેટલાક એવા વિસ્તાર છે, જ્યાં લોકો બોગસ ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદે રહે છે. 

બેન્ક એકાઉન્ટ ખોલાવીને લોન ઉપર વાહનો પણ વસાવ્યાં 

એજન્ટ બોગસ ડોક્યુમેન્ટ બનાવવા માટે પાંચ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયાની રકમ લે છે, જેના આધારે તે ઇલેક્શનકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સહિતના બોગસ ડોક્યુમેન્ટ કાઢી આપે છે. બોટાદ ખાતે વર્ષ ર૦૧૪માં પેટ્રોલ પંપની ઓફિસમાં ઘૂસી આડેધડ ફાયરિંગ કરી બે વ્યક્તિઓની હત્યા કરનાર યુપીના કુખ્યાત સુભાષસિંગ ઠાકુરની ગેંગના મનીષસિંગને ક્રાઇમ બ્રાંચે મુંબઇથી ઝડપી લીધો છે, જેની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે જેમાં તેણે બનાવટી દસ્તાવેજો પણ કેટલી આસાનીથી બની જાય છે તેની હકીકત કહી હતી. મનીષે અમદાવાદના એજન્ટની મદદથી ડુપ્લિકેટ આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇ‌િવંગ લાઇસન્સ તથા પાસપોર્ટ જેવા દસ્તાવેજો બનાવી લીધા હતા એટલું જ નહીં, બેન્ક એકાઉન્ટ ખોલાવીને લોન ઉપર વાહનો પણ વસાવ્યાં હતાં. 

ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો સમ્રગ ઘટનાનો ભેદ 

મનીષ પહેલાં ‌શિવલાલ ચટરુલાલ શર્મા બની ગયો હતો. ત્યારબાદ વર્ષ ર૦૧પમાં મણિનગરના હીરાભાઇ ટાવરમાં આવેલું મકાન ભાડે લીધું હતું. મનીષે પહેલાં ‌શિવલાલના નામે ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ બનાવી દીધાં હતાં. ત્યાર બાદ પાનકાર્ડ પણ બનાવી દીધું હતું. આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરીને મનીષે આરટીઓના એજન્ટ મારફતે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી દીધું હતું. મ‌િણનગર બાદ તે ચાંદખેડા રહેવા ગયો હતો, જ્યાં તેણે ‌શિવલાલના નામે પાસપોર્ટ પણ બનાવી દીધો હતો. ક્રાઇમ બ્રાંચે સમ્રગ ઘટનાનો ભેદ ઉકેલીને તેની ધરપકડ કરી છે. 

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર યશ વૈદ્ય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ 

ફિલ્મ ડાયરેક્ટર તરીકે જાણીતા થયેલા યશ વૈદ્ય વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચી‌ટિંગની ફરિયાદ નોંધાઇ છે. યશ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ સામે આવ્યું છે કે તેની પાસે ત્રણ અલગ અલગ નામના પાસપોર્ટ પણ છે. આ સાથે તે અલગ અલગ રાજ્યમાં પોતાની બોગસ ઓળખ ઊભી કરીને ચી‌ટિંગ આચરે છે. યશે ચંડીગઢમાં હેરી ભટ્ટના નામે ચીં‌ટિંગ કર્યું હતું, જ્યારે અવિનાશ ભટ્ટ અને રાહુલ ભટ્ટના નામે પણ ચીટિંગ આચર્યું છે. યશના બોલીવૂડ અભિનેતા સાથે ફોટોગ્રાફ્સ છે, જ્યારે સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મોમાં પણ તે ડાયરેક્ટર છે. તે ફિલ્મ ‘રહસ્ય’, ‘છેલ્લો કા‌‌ર્ડિયાોગ્રામ’ જેવી ગુજરાતી ફિલ્મના નિર્માતા છે. 

હત્યા કેસમાં સંડોવાયેલ યુવક બોગસ ડોક્યુમેન્ટ બનાવી રહેતો

ઉલ્લેખનીય છે કે દરિયાપુરમાં થયેલ એક હત્યા કેસમાં સંડોવાયેલ યુવક પણ અમદાવાદમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતો હોવાનું સામે આવ્યું હતું. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંધ હત્યા કેસ તેમજ બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના કેસમાં સંડોવાયેલો અફઘા‌નિસ્તાજનો સૈફુલ્લાખાન અકબરખાન પઠાણ બે વર્ષ પહેલાં પોલીસ જાપ્તાને ધક્કો મારીને નાસી ગયો હતો. ‌ડિસેમ્બર-ર૦૧૬માં દરિયાપુર પોલીસ સ્ટેશન પાછળ આવેલા સુલતાન મહોલ્લામાં રહેતા યુસુફ ઉસ્માનગની શેખની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. 

સમગ્ર મામલો થયો પર્દાફાશ

આ કેસમાં સૈફુલ્લાખાન અકબરખાન પઠાણ મૂળ અફઘાનિસ્તાનનો હતો અને અમદાવાદ આવીને તે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જન્મનું પ્રમાણપ્રત્ર, ડ્રાઇ‌િવંગ લાઇસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટના બોગસ દસ્તાવેજો બનાવીને અમદાવાદનો નાગ‌િરક બનીને રહેતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ