Expenditure limit on elections was increased by the Election Commission
મોટો નિર્ણય /
હવે ચૂંટણીમાં ઉમેદવારો વધું ખર્ચ કરી શકશે, ચૂંટણી પંચ દ્વારા લેવાયો મોટો નિર્ણય
Team VTV12:59 PM, 07 Jan 22
| Updated: 01:02 PM, 07 Jan 22
ચૂંટણીમાં ઉમેદવારો જે પણ ખર્ચ કરતા હતા તે ખર્ચની સીમામાં હવે ચૂંટણી પંચ દ્વારા વધારો કરવાં આવ્યો છે. જેમા વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણીમાં થતા ખર્ચની સીમામાં વધારો કરવામાં આવ્યો
ઉમેદવારો હવે ચૂંટણીમાં પહેલા કરતા વઘારે ખર્ચ કરી શકશે
ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં થતા ખર્ચની સીમા વધારી દેવામાં આવી છે. ઉમેદવાર પહેલા ચૂંટણીને લઈને 70 લાખ સુધીના ખર્ચ કરતા હતા જેની સિમા વધારીને હવે 95 લાખ કરી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ ખર્ચની સીમા પહેલા 54 લાખ હતી જેના બદલે હવે ખર્ચની સીમા 75 લાખ કરી દેવામાં આવી છે.
2014 અને 2020મા પણ ખર્ચ વધારાયો હતો
વિધાનસભા ચૂંટણીમાં જે રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 28 લાખની ખર્ચ સીમા હતી તે વધારીને 40 લાખ કરી દેવામાં આવી છે. તેમજ જે રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પહેલા 20 લાખની સીમા હતી તે વધારીને હવે 28 લાખ સુધીની કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અગાઉ 2014 અને 2020માં પણ આ ખર્ચની સીમા વધારવામાં આવી હતી.
મોંઘવારીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
ચૂંટણીમાં જે ખર્ચ થાય છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ખર્ચની સીમા વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી ને વધારવામાં આવી છે. આગામી જે પણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે ત્યા હવે આ ખર્ચ સીમા લાગૂ કરી દેવામાં આવશે.
વેક્સિનેશન પર ભાર આપવા સરકારનું સૂચન
ઉલ્લેખનીય છે કે ચૂંટણીનો ટાઈમ છે પરંતુ સામે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. જેથી ચૂંટણી પંચ દ્વારા પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન પર ભાર રાખવાનું કહેવામાં આવી રહ્યું છે. અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે 27 ડિસેમ્બરના રોજ નિર્વાચિન આયોગ સાથે બેઠક કરી હતી ત્યારે સરકારે જે પણ રાજ્યોમાં ચૂંટણી છે ત્યા વેક્સિનેશન કાર્યક્રમ વધું ઝડપી કરવા માટે કહ્યું હતું.