બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Excellent example: Retired PI gives free training to village boys and girls

સેવાયજ્ઞ / ઉત્તમ ઉદાહરણઃ નિવૃત્ત PI ગામના દીકરા-દીકરીઓને નિઃશુલ્ક આપે છે તાલીમ

Mehul

Last Updated: 09:57 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી દિવસોમાં યોજાનાર ભરતીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમેદવારી કરવા જઈ રહી છે.ત્યારે નાના એવા કોલવડામાં એક નિવૃત પીઆઈ 50થી વધુ યુવતીઓને નિ;શૂલ્ક તાલીમ આપી રહ્યા છે.

  • કોલવડામાં નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરનો સેવાયજ્ઞ
  • નોકરી વાંછું યુવતીઓને નિ;શૂલ્ક તાલીમ-માર્ગદર્શન
  • 'ટાયર્ડ નહિ રીટાયર્ડ'; 50 યુવતીઓના શ્રમયોગી પિતા  

મહિલાઓને હવે આપણે પુરુષની સાથે સમાન અધિકાર અને તકો આપતા થયા છે.. ત્યારે આગામી દિવસોમાં યોજાનાર ભરતીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમેદવારી કરવા જઈ રહી છે.. અને આ માટે પુરજોશમાં તૈયારીઓ પણ કરી રહી છે. ત્યારે આ મહિલાઓને સશક્ત કરવા માટે એક નિવૃત પીઆઈ દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.. અને આ યજ્ઞનમાં તેઓ મહિલાસશક્તિકરણનું અનોખું કામ કરી રહ્યા છે.. ત્યારે કોણ છે આ નિવૃત અધિકારી અને કેવી રીતે મહિલાઓને આગળ લાવવાનું કરી રહ્યા છે.

ધગશથી થતી તાલીમ સેવા 

હરીફાઈ ભરી દુનિયામાં મેદાનને ધ્રુજાવતા આ કદમો જોઈ લો. કારણ કે, આ કદમો હવે કાંટાળા અને પથ્થર ભર્યા રસ્તે પણ રોકાવાના નથી..આ દેશની એમ દીકરીઓ છે જે હવે માથું ઝૂકાવીને નહીં.પરંતુ માથું ઊંચુ કરીને દુનિયાને જીતવા નીકળી  છે. અને તેમાં તેમને સાથ મળ્યો છે પિતારુપી પૂર્વ પીઆઈનો. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં અલગ-અલગ પદ માટે ભરતીઓ બહાર પાડવામાં આવી છે. અને તેમાં તક મેળવવા માટે લાખો યુવક-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છુક  યુવતીઓને કોલવડાના નિવૃત પીઆઈ મહેદ્ર વાઘેલા દ્વારા ખાસ ઈન્ડોર અને આઉટડોર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. કોલવડા ગામમાં મહેદ્રભાઈ વાઘેલા દ્વારા ગામના જ ગૌચરમાં 1600 મીટરનો ટ્રેક અને અન્ય સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અને જે પણ યુવતીઓએ પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યું છે.. તેમને વહેલી સવારે મેદાન પર લાવીને ખાસ શારીરિક  પ્રેક્ટીસ કરાવવામાં આવી રહી છે. જોકે મહેદ્ર ભાઈ જ્યારે 2016માં નિવૃતિ બાદ પોતાના ગામમાં આવ્યા, ત્યારે પોલીસમાં ભરતીને લઈને ગેરમાન્યતા ખુબ હતી. પરંતુ તેમણે લોકોમાં રહેલી ગેરમાન્યતાને દૂર કરીને આજે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું છે. 

યુવતીઓને પ્રોત્સાહિત કરી,માતા-પિતાને મનાવ્યા 

મહેદ્ર ભાઈના સેવા યજ્ઞ વિશે વાત કરીએ તો. તેમણે નિવૃત્તિ બાદ 2016માં ગામની ધોરણ-12 પાસ યુવતીઓનું લીસ્ટ ગામની શાળામાંથી મેળવ્યું હતું.. અને ત્યાર બાદ તમામ દીકરીઓના ઘરે જઈને તેમના માતા-પિતાને સમજાવ્યા હતા. અને દીકરીઓને આગળ વધવા દેવા મનાવ્યા હતા. હાલના સમયમાં મહેદ્રભાઈ પોતાના ગામની 50 યુવતીઓ અને આસપાસના ગામની 20 યુવતીઓને વહેલી સવારથી જ પોલીસની તાલીમ આપે છે. મહેદ્ર ભાઈનો આ સેવા યજ્ઞ આજે દીકરીઓ માટે એક લક્ષ્ય બની ગયો છે.

લેખિત-શારીરિક કૌશલ્યની તાલીમ 

અહીં ન માત્ર મેદાનમાં શારીરિક  પ્રેક્ટિસ આપવામાં આવી રહી છે. પરંતુ મહેદ્રભાઈના પ્રયાસથી આ યુવતીઓને ઈન્ડોર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અને તેમાં અલગ-અલગ વિષયના ખાસ શિક્ષકોને બોલાવીને લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. જેથી કરીને ગામની યુવતીઓને તૈયારીઓ માટે ગામની બહાર ન જવું પડે. નવાઈની વાત એ છે કે, આ તમામ યુવતીઓને અહીં નિશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. જે સૌથી મોટો સેવા યજ્ઞ છે..કારણ કે, આજકાલની સ્વાર્થી દુનિયામાં લોકો કમાવાની લાલચે આ પ્રકારનું કામ કરતા હોય છે.. પરંતુ મહેદ્રભાઈ તો નિશ્વાર્થ અને કોઈપણ પ્રકારની લાલચ વગર માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે..  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ