બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Examination of bin sachivalay clerk complete today
Kavan
Last Updated: 04:10 PM, 24 April 2022
ADVERTISEMENT
એ.કે.રાકેશે જણાવ્યું હતું કે, પરીક્ષામાં 4 લાખ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા એટલે કે 38 ટકા ઉમેદવારોએ જ હાજરી આપી હતી. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, વહીવટી તંત્ર,પોલીસ તંત્રનો સંપૂર્ણ સહયોગ મળ્યો. તો આ સાથે જ તેમણે પરીક્ષાની કામગીરીમાં જોડાયા હતા તેમનો આભાર પણ માન્યો હતો.
ADVERTISEMENT
આજે રાતે જાહેર કરવામાં આવશે OMR સીટ જાહેર કરીશું
એ.કે.રાકેશે વધુમાં કહ્યું હતું કે, કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ આજે રાતે OMR સીટ જાહેર કરીશું. સાથે જ તેમણે જણાવ્યું કે, અવિશ્વાસને કારણે ઉમેદવારોની હાજરી ઓછી રહી તેવુ નથી પરંતુ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 40 ટકા જ ઉમેદવારો હાજર રહે છે.
સ્પર્ધાત્મક બિન સચિવાલય ભરતીની પરીક્ષામાં 10.45 લાખ ઉમેદવારોમાંથી 4 લાખથી વધુ ઉમેદવારોની હાજરી સાથે સફળતાપૂર્વક પરીક્ષા યોજાઈ.
— Harsh Sanghavi (@sanghaviharsh) April 24, 2022
વિવિધ જિલ્લાના લાખો વિદ્યાર્થીઓએ મુક્તમને, સરળતાથી અને ઉત્સાહભેર પરીક્ષા આપી.
રાજ્યના 32 જિલ્લામાં આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ
આપને જણાવી દઇએ કે, 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષાનું ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. 3 વર્ષ પહેલાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી પરંતુ 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આજે #GSSSB #બિન_સચિવાલય ભરતીની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
— Gujarat Information (@InfoGujarat) April 24, 2022
આ પરીક્ષા માટે નોંધાયેલા કુલ 10.45 લાખ ઉમેદવારોમાંથી આજે 4,01,423 ઉમેદવારોએ મુક્તમને આપી પરીક્ષા#Binsachivalayexam #Gujarat @CMOGuj @Bhupendrapbjp @jitu_vaghani @pkumarias @GujaratPolice https://t.co/hwz3sBlVD0
ઉમેદવારો માટે 1 હજાર એકસ્ટ્રા બસો દોડવાઈ
બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના આયોજનના ભાગરૂપે એસ.ટી તંત્ર દ્વારા ઉમેદવારોની સુવિદ્યા માટે દૈનિક સંચાલિત થતી સર્વિસ સિવાયની 1 હજાર વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ, રાજકોટ અને વડોદરાના બસ સ્ટેશન પરથી વધારાની બસો દોડાવવામાં આવી હતી. એટલું જ નહિ, પરીક્ષાના સ્થળે આવવા-જવા માટે નજીકના ડેપો મેનેજરનો સંપર્ક કરી ગૃપ બુકિંગ દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા મેળવી શકશે. આ સાથે રાણીપ બસ પોર્ટ,ગીતા મંદિર કૃષ્ણનગર રૂટ પર એકસ્ટ્રા બસો મુકવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.